ભૂકંપના આંચકાથી હચમચ્યુ ઈન્ડોનશિયા, 35 લોકોના મૃત્યુ અને અનેક લોકો ઈજાગ્રસ્ત

0
5

ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ પર ગુરુવારે ભુકંપની શક્તિશાળી આંચકા આવ્યા હતા. ભૂકંપની લીધે ઓછામાં ઓછા 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. 6.2 તીવ્રતાના ભૂકંપને લીધે સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યુ છે. તૂટી પડેલી ઈમારતોમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

આ ભૂકંપ આશરે સાત સેકન્ડ સુધી ચાલ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ ભૂકંપ બાદ આફરશોક આવી શકે છે તેવી ચેતવણી આપી છે.

સુલાવેસી પ્રાંતમાં કેન્દ્ર બિંદુ હતુ

સ્થાનિક માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ પશ્ચિમ સુલાવેસી પ્રાંતના મામુજુમાં દસ કિલોમીટર ઉંડાઈ પર હતું. ગુરુવારે મોડી રાત્રે ભૂકંપનો તેજ ઝાટકો અનુભવાયો હતો. હજારો લોકો ઘરોમાંથી ભાગીને સુરક્ષિત સ્થળો પર પહોંચી ગયા હતા. ભૂકંપને લીધે 300થી વધારે ઘરો અને હોટેલોને ભારે નુકસાન પહોંચ્યુ છે. વીજ પુરવઠો અટકી પડ્યો હતો. ઈમર્જન્સી એજન્સીના વડા ડેર્નો મજીદે જણાવ્યું હતું કે જામીન અને સમીપના મામુજુ જિલ્લામાં 35 લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોનો આંક વધી શકે છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે 637 લોકો ઈજાગ્રસ્ત થયા

રાહત અને બચાવ કાર્યની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે 637 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપને લીધે અનેક સ્થળો પર ભૂસ્ખલનની ઘટના સર્જાઈ છે.