ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં નિગમ અધિકારી સાથે બેટથી મારઝુડ કરવાના આરોપમાં આરોપી ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય રવિવારે જામીન પર છૂ્ટ્યો છે. તેમને કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને ફરી બેટિંગ કરવાની તક ન આપે. હવે ગાંધીજી રસ્તા પર ચાલવાનો પ્રયાસ કરીશ. ઈન્દોર જેલથી બહાર આવ્યા બાદ સમર્થકોઓ તેમનું માળા પહેરાવીને સ્વાગત કર્યું છે. શનિવારે સાંજે જામીન મળ્યા બાદ સમર્થકોએ ભાજપ કાર્યાલયની બહાર ખુશીથી ફાયરિંગ પણ કર્યું હતું. 26 જૂને ઘરપકડ તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતા.
આકાશે મીડિયાને કહ્યું કે, જ્યારે પોલીસની સામે જ એક મહિલાને ખેંચવામાં આવે છે, ત્યારે મને બીજું કંઈ સમજાતું નહોતું. મેં જે પણ કર્યું તેનો અફસોસ નથી. પરંતુ ભગવાન મને ફરી બેટિંગ કરવાની તક ન આપે. રવિવારે જેલ પ્રશાસને આકાશને નક્કી કરેલા સમયના દોઢ કલાક પહેલા એટલે કે સાત વાગે જ છૂટા કરી દીધા હતા, જેથી જેલમાં ભીડ ભેગી થઈ શકે નહીં.
ભોપાલની વિશેષ કોર્ટે જામીન મંજૂર કર્યાઃ ભોપાલની વિશેષ કોર્ટે શુક્રવારે ઈન્દોરથી કેસ સાથે જોડાયેલા દસ્તાવેજ માગવાના આદેશ આપતા સુનાવણી માટે શનિવારનો દિવસ નક્કી કર્યો હતો. આકાશની વિરુદ્ધ બીજો કેસ વીજ કાપ અંગે અનુમતિ પ્રદર્શન સાથે જોડાયેલો હતો. પોલીસે આ મામલે શુક્રવારે જેલમાં જ તેમની ધરપકડ કરી હતી. શનિવારે જજ સુરેશ સિંહ બન્ને કેસોમાં દલીલ સાંભળ્યા બાદ આકાશને 70 હજાર રૂપિયા ચુકવ્યા બાદ જામીન મંજૂર કરી દીધા હતા.
વકીલોની દલીલ – આકાશને વાત કરવાની તક ન મળીઃ ભાજપ ધારાસભ્યના વકીલોએ કહ્યું કે, જે મહિલાનું મકાન તોડાઈ રહ્યું હતું તે ઘટનાના દિવસે દોઢ વાગે નિગમ અધિકારીઓની વિરુદ્ધ ગેરવર્ણતૂકની ફરિયાદ કરવા માટે ગઈ હતી. તેની સુનાવણી ન થઈ તો ધારાસભ્ય ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે જનપ્રતિનધીની વાત સાંભળવાની જગ્યાએ તેમની વિરુદ્ધ જ કેસ કરીને ધરપકડ કરી લીધી હતી. જ્યારકે જનપ્રતિનિધીઓ વિરુદ્ધ આવા કેસોમાં તપાસ થવી જોઈએ. તેમનો પક્ષ પણ સાંભળવો જોઈએ.
26 જૂનથી ઈન્દોર જેલમાં બંધ હતા આકાશઃ અધિકારીઓએ મારઝુડના કેસમાં આકાશનની 26 જૂને પોલીસે ધરપકડ કરી હતી. કોર્ટે તેમને 11 જૂલાઈ સુધી કસ્ટડીમાં ઈન્દોર મોકલી દીધા હતા. જેના બીજા દિવસે તેમને સત્ર કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. અહીંથી કેસ એસસી/એસટી કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાયો હતો. ગુરુવારે એસસી/ એસટી કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આકાશના વકીલે ભોપાલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આકાશે નિગમકર્મીને બેટથી મારઝુડ કરી હતીઃ 26 જૂને નિગમ અધિકારી ધીરેન્દ્ર બાયસ ટીમ સાથે જર્જરિત મકાનને તોડી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન આકાશ ત્યાં આવ્યા અને ટીમને કોઈ પણ કાર્યવાહી કર્યા વિના ત્યાંથી પરત ફરવા માટે કહ્યું હતું. પરંતુ અધિકારીઓએ કાર્યવાહી ચાલુ રાખી અને આકાશે બેટથી અધિકારીને માર માર્યો હતો. શુક્રવારે બાયસની તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.