Sunday, November 28, 2021
HomeINDvAUS બીજી વનડે : 2009 બાદ નાગપુરમાં આજ સુધી ભારત સામે જીતી...
Array

INDvAUS બીજી વનડે : 2009 બાદ નાગપુરમાં આજ સુધી ભારત સામે જીતી નથી શક્યા કાંગારૂઓ

બીજી વનડે રમવાની છે. હૈદરાબાદની પહેલી વનડે વખતે એવું લાગી રહ્યું હતું કે ભારતને રનચેઝ કરવા અઘરા પડશે, જોકે કેદાર જાધવ અને એમએસ ધોનીએ બાજી સંભાળી લીધી હતી. તે મેચ જાણે 2019 નહીં પરંતુ 1999માં રમાતી હોય તેવું લાગતું હતું. આજે ભારત સિરીઝમાં પકડ મજબૂત કરવા મેદાને ઉતરશે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા કમબેક કરવા માટે તલપાપડ હશે.

ભારતનું ટીમ સિલેક્શન જાણે ઓટો-પાઇલટ મોડ ઉપર હોય તેમ ફરીથી 1-2 બદલાવ કરે નહીં તો જ આશ્ચર્ય થશે. પહેલી વનડે પછી વિરાટે કહ્યું હતું કે 99 રનમાં 4 વિકેટ ગુમાવવા જેવી સ્થિતિ ટીમને ગમી હતી. ભારતીય ટીમ મેનેજમેન્ટ વર્લ્ડકપ પહેલા અખતરા કરતા જરાય નહીં ડરે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયન કેમ્પમાં કેપ્ટ્ન આરોન ફિન્ચનું ફોર્મ સૌથી મોટો ચિંતાનો વિષય છે. ફિન્ચ છેલ્લી 20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સથી અર્ધસદી ફટકારી શક્યો નથી. બીજી તરફ ઉસ્માન ખ્વાજા, માર્ક્સ સ્ટોઈનિસ અને પીટર હેન્ડસકોમ્બ કોઈ પણ 70થી વધારેની સ્ટ્રાઇક રેટે રમ્યું નહતું. સ્પિન સામે તેમનો સંઘર્ષ ચાલુ છે.

ભારત ઋષભ પંત અથવા લોકેશ રાહુલને રમાડવા માંગતા હોય તો તે બંનેમાંથી કોઈ એકને અંબાતી રાયુડુની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે છે. નાગપુરના જામઠા સ્ટેડિયમનું ગ્રાઉન્ડ ભારતના સૌથી મોટા ગ્રાઉન્ડસમાંથી એક છે. તેથી સ્પિનર્સને ફાયદો મળી શકે છે. ભારત યૂઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન આપવા કુલદીપને આરામ આપી શકે છે. તેઓ ત્રણ સ્પિનર્સ સાથે રમે તો પણ નવાઈ નહીં થાય!

ભારતની સંભવિત ટીમ: શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી ( કેપ્ટ્ન), અંબાતી રાયુડુ, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ/ યૂઝવેન્દ્રે ચહલ અને જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયાનો શૉન માર્શ ટીમ સાથે જોડાઈ ગયો છે. તેણે આજે નેટ્સમાં સૌથી વધુ સમય પસાર કર્યો હતો. તેને એષટોન ટર્નરની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે છે. બીજા બધા બેટ્સમેન એક-એક ક્રમ નીચે બેટિંગ કરે તેવું બની શકે છે.

ઓસ્ટ્રેલિયાની સંભવિત ટીમ: ઉસ્માન ખ્વાજા, આરોન ફિન્ચ (કેપ્ટ્ન), શૉન માર્શ, માર્ક્સ સ્ટોઈનિસ, પીટર હેન્ડસકોમ્બ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી ( વિકેટકીપર), નેથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, જેસન બેહરેનડોર્ફ, એડમ ઝાંપા

પીચ અને વેધર કન્ડિશન

નાગપુરની પીચ ફ્લેટ હોય તેવી સંભાવના છે. મેચ જેમ આગળ જતી જશે તેમ સ્પિનર્સને મદદ મળી શકે છે. અહીંયા રવિવારે વરસાદ પડ્યો હતો, પરંતુ આવતીકાલે વરસાદની કોઈ સંભાવના નથી.

અહીં રમાયેલી 8માંથી 6 મેચમાં પહેલી બેટિંગ કરનાર ટીમે 290થી વધુનો સ્કોર કર્યો છે. પરંતુ 2016ના ટી20 વર્લ્ડકપ પછી પીચે પોતાના મિજાજમાં બદલાવ કર્યો છે. તે પછી સ્પિનર્સને ખૂબ ફાયદાકારક સાબિત થઇ છે. ત્યાં સુધી કે ભારત-દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ મેચ 3 દિવસમાં સમાપ્ત થઇ ગઈ હતી અને ICCએ ખરાબ રેટિંગ આપ્યું હતું.

નંબર ગેમ

ભારત અત્યાર સુધીમાં 962 વનડે રમ્યું છે. તેમાંથી 499 મેચ જીતી છે અને 414માં હારનો સામનો કર્યો છે. 9 મેચમાં ટાઈ પડી હતી, જયારે 40 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.

ભારત નાગપુર ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણેય મેચ જીત્યું છે. ભારત 2009માં 99 રને, 2013માં 351 રનચેઝ કરતા 6 વિકેટે અને 2017માં 7 વિકેટે જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા અહીંયા ન્યુઝીલેન્ડ સામે 2011ની વર્લ્ડકપ મેચમાં જીત્યું હતું.
નાગપુર ખાતે મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ રન કર્યા છે. તેણે 4 ઈનિંગ્સમાં 2 સદી સહિત 268 રન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments