INDvAUS: શું ધોનીએ રાંચીમાં રમી અંતિમ વન ડે? આગામી 2 મેચમાંથી કરાયો બહાર

0
28

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વે કેપ્ટન મેહન્દ્ર સિંહ ધોનીને ઓસ્ટ્રેલિયા સામે અંતિમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. શુક્રવારે રાંચી વન ડેમાં 32 રને ભારતની હાર બાદ ટીમના કોચ સંજય બાગડે ધોનીને આરામ આપવા અંગે જાણકારી આપી છે. પાંચ મેચની વન ડે સીરીઝમાં ભારત હજુ પણ 2-1થી લીડમાં છે.

આ નિર્ણયથી ફરી એકવાર સંકેત મળી રહ્યાં છે કે રાંચીમાં રમાયેલી વન ડે ભારતની ધરતી પર મહેન્દ્ર સિંહ ધોનીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હોઇ શકે છે. ઓસ્ટ્રેલિયા સામે ભારત હવે સીરીઝની ચોથી મેચ 10 માર્ચના રોજ મોહાલીમાં અને અંતિમ મેચ 13 માર્ચે દિલ્હીમાં રમાશે. તે બાદ ભારતે ઓક્ટોબર મહિના સુધી પોતાની ધરતી પર કોઇ મેચ રમવાની નથી.

ભારતના સહાયક કોચ સંજય બાંગડે ત્રીજી વન ડે મેચમાં ભારતની 32 રને હાર થયાં બાદ જણાવ્યું કે, અમે અંતિમ બે મેચ માટે કેટલાંક બદલાવ કરીશું. માહી અંતિમ બે મેચમાં નહી રમે. તેને આરામ આપવામાં આવ્યું છે. ધોનીની ગેરહાજરીમાં અંતિમ બે વન ડેમાં ઋષભ પંત વિકેટ કીપરની ભુમિકામાં હશે.

વર્લ્ડ કપ બાદ સન્યાસની અટકળો

પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ T-20 અને વનડે વર્લ્ડ કપ અપાવી ચૂકેલા 37 વર્ષીય વિશે કહેવાઇ રહ્યુ છે, તે વર્લ્ડ કપ પછી તરત જ વન ડેમાંથી નિવૃતિની જાહેરાત કરી શકે છે. જો એવું થશે તો શુક્રવારની મેચ હોમગ્રાઉન્ડ પર તેની અંતિમ મેચ હશે, કારણ કે વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાવાનો છે અને આ પછી રાંચીમાં નજીકના ભવિષ્યમાં કોઇ ઇન્ટરનેશનલ મેચ રમાવાની નથી.

એવું પણ બની શકે કે, ધોની વર્લ્ડ કપ બાદ પણ રમવાનું ચાલુ રાખે.. જો એવું થશે તો તે સચિનનું પુનરાવર્તન કરશે. માસ્ટર બ્લાસ્ટરે પણ પોતાની છેલ્લી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ મુંબઇના વાનખેડેમાં રમી હતી. જો તે સચિનની જેમ પોતાના હોમગ્રાઉન્ડ પર રમીને સંન્યાસ લેવા માગે તો BCCI માટે કોઇ મોટી વાત નથી. દુનિયાનો સૌથી ધનિક બોર્ડ જો આ પ્રકારની કોઇ ઑફર કરે તો ભાગ્યે જ કોઇ ઇન્ટરનેશનલ ટીમ ઐતિહાસિક સીરિઝ રમવાની ના પાડશે.

જોકે આ વાતની શક્યતા ઓછી છે કેમકે ધોની એવા ખેલાડીમાં આવે છે જે હંમેશા પોતાના નિર્ણયથી બધાને દંગ કરી દે છે. પછી ભલે તે 2014માં ઑસ્ટ્રેલિયામાં સીરિઝની વચ્ચે ટેસ્ટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય હોય કે પછી મર્યાદિત ઓવર્સમાંથી કેપ્ટનશિપ છોડી દેવાની વાત હોય. તેનો નિર્ણય હંમેશા ફેન્સ અને તેના નજીકના લોકો માટે ચોંકાવનારો રહ્યો છે. જો ધોની વર્લ્ડ કપ પછી તરત જ પોતાના સંન્યાસની ઘોષણા કરી દે તેમાં કોઇ નવાઇ નથી.

ધોનીના વનડે કરિયરમાં કુલ 340 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 288 ઇનિંગમાં 50.84ના શાનદાર એવરેજથી 10474 રન કર્યા છે, તેમના નામે 10 સેન્ચુરી અને 71 હાફ સેન્ચુરી છે. વનડેમાં સૌથી વધારે સિક્સર લગાવવામાં ભારતીય પણ ધોની છે તેના નામે 233 સિક્સર્સ દાખલ છે.

બેકાર ગઇ કોહલીની સદી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જબરજસ્ત ફોર્મ જારી રાખતાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની સતત બીજી મેચમાં સદી ફટકારતાં કારકિર્દીની ૪૧મી વન ડે સદી નોંધાવી હતી. કોહલીએ આ દરમિયાન જ કેપ્ટન તરીકે ૪,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરતાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

કોહલીએ આ સાથે કેપ્ટન તરીકે સૌથી ઓછી ઈનિંગમાં ૪,૦૦૦ રન પુરા કરીને ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ભારતીય કેપ્ટને ૬૩મી ઈનિંગમાં જ આ જ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. જ્યારે ડિ વિલિયર્સે આ રેકોર્ડ નોંધાવવા માટે ૭૭ ઈનિંગ લીધી હતી. કોહલીએ આ સિદ્ધિને ચોગ્ગાની મદદથી પુરી કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી રાંચી વન ડેમાં તેણે ૨૭ રન પુરા કર્યા તેની સાથે આંતરરાષ્ટ્રીય વન ડેમાં કેપ્ટન તરીકે તેણે ૪,૦૦૦ રન પુર્ણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here