INDvAUS ત્રીજી વન ડેઃ ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી બેટિંગ લીધી

0
13

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ભારત સામેની ત્રીજી વનડેમાં બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં કેન રિચાર્ડસનની જગ્યાએ જોશ હેઝલવુડને સ્થાન આપ્યું છે. જ્યારે ભારતે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, એસ્ટન ટર્નર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એસ્ટન અગર, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ

બેંગલુરુમાં બંને ટીમ વચ્ચે આ સાતમી મેચ છે. 4 મેચ ભારતે જ્યારે 2 મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી છે. ટીમ ઈન્ડિયાએ મેદાન પર ઓવરઓલ 20 વન-ડે રમી છે. 13 મેચમાં જીત મળી જ્યારે 5માં હારનો સામનો કરવો પડ્યો હતો.

સીરિઝની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી. જે બાદ રાજકોટમાં રમાયેલી બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાનો 36 રનથી વિજય થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here