Friday, March 29, 2024
HomeIndvsNz: જીત બાદ પ્રાઇવેટ પ્લેનમાં અનુષ્કા સાથે વેકેશન માણવા નિકળ્યો વિરાટ કોહલી
Array

IndvsNz: જીત બાદ પ્રાઇવેટ પ્લેનમાં અનુષ્કા સાથે વેકેશન માણવા નિકળ્યો વિરાટ કોહલી

- Advertisement -

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાલ વન ડે સીરિઝમાં પોતાની ટીમમાં પ્રદર્શનથી ખૂબ સંતુષ્ટ છે. ગત સપ્તાહે કોહલીની ટોળીએ ત્રણ સારા પ્રદર્શન કર્યા અને પાંચ મેચોની સીરિઝમાં 3-0થી આગળ વધ્યા.

ટીમ ઇન્ડિયાની ત્રીજી જીત માઉન્ટ મોનગનુઇમાં સોમવારે આવેલી જ્યારે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી હરાવી દીધું. પોતાના ખાતામાં સીરિઝ કર્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્માની સાથે વેકેશન મનાવવા નિકળી ગયો છે. અનુષ્કા શર્મા ટીમ ઇન્ડિયાની પહેલી 3 મેચમાં સ્ટેડિયમમાં સપોર્ટ કરવા માટે ઉપસ્થિત હતી.

https://www.instagram.com/p/BtMdtkFA4fx/?utm_source=ig_embed

કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બોલીવુડ એક્ટ્રેસ સાથે ફોટો શેર કર્યો છે. ફોટોમાં એવુ જોવા મળી રહ્યું છે કે વિરુષ્કા એક પ્રાઇવેટ જેટની સામેથી પસાર થઇ રહ્યા છે. જો કે એવું જાણવા મળ્યું નથી કે ઓ જોડી ક્યાં વેકેશન માણવા ગઇ છે.

જણાવી દઇએ કે વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ અંતિમ બે વન ડે અને ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝથી બ્રેક લીધો છે. રોહિત શર્મા એની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે. 30 વર્ષીય કોહલીએ ત્રીજી વન ડે બાદ કહ્યું હતું કે એનું સમગ્ર ધ્યાન બ્રેક પર લાગ્યું છે. એને કહ્યું હતું કે, ‘મેં લાંબા સમયથી બ્રેક લીધો નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ ઘણો મુશ્કેલી વાળો હતો અને હવે હું સીરિઝ જીતીને બ્રેક પર જઇ રહ્યો છું.’

વિરાટે આગળ કહ્યું મારી ટીમમાં મે યોગદાન આપ્યું એની મોટી ખુશી છે. કોહલી માટે ખુશીની વાત એ છે કે બારતીય ટીમના બેટ્સમેન અને બોલર સારું પ્રદર્શન કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular