લાખણી : આરોગ્ય ટીમ દ્વારા અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

0
12

લાખણી : રાજ્ય માં કોરોના વાઇરસ વચ્ચે લોક ડાઉન થતાં હજારો કામદારો ના ધંધા રોજગાર બંધ થયા હતા જેમાં લાખણીમાં નાસ્તાની દુકાનોમાં લાંબા સમયથી પડી રહેલી સામગ્રી બિનઆરોગ્યપ્રદ બની હતી. જેથી લાખણી તાલુકા આરોગ્ય ટીમ અને ગ્રામ પંચાયત લાખણીના સહયોગથી લાખણી ગામે આવેલ નાસ્તાની દુકાનોમા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટા પ્રમાણમાં અખાદ્ય સામગ્રી મળી આવી હતી.  આ પ્રકારની ખાદ્ય સામગ્રી આરોગવામાં આવે તો લોકોનું આરોગ્ય જોખમાવાની શક્યતા હોવાથી તાલુકા આરોગ્ય અધિકારી પી.આર મોદી અને તેમની ટીમ દ્વારા સમય સુચકતા દાખવીને સત્વરે આ તમામ અખાદ્ય સામગ્રી એકત્ર કરી યોગ્ય નિકાલ કરાવ્યો હતો.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here