રાજકોટ કલેકટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત થયા : તેમના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા

0
3

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામાન્ય લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. હાલ રેમ્યા મોહનને તેમના નિવાસસ્થાને હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 47 કેસ નોંધાયા છે અને 24 કલાકમાં રેકોડબ્રેક 39 લોકોના કોરોનાથી મોત થયા છે. શહેરના 31, ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના 5 દર્દીના મોત થયા છે.

કોરોનાને લઇ રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હવેથી એરપોર્ટ, બસ પોર્ટ તેમજ રેલવે સ્ટેશનમાં મુસાફરોના ટેસ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ન માત્ર ગુજરાત સરકાર હસ્તગત જે જીએસઆરટીસીની બસમા મુસાફરો મુસાફરી કરે છે તેમના ટેસ્ટિંગ કરવામાં આવશે પરંતુ ખાનગી બસમાં પણ મુસાફરી કરતા મુસાફરોને પણ ટેસ્ટિંગ કરવામાં આવશે.