કોરોના : 165 દેશોમાં ઈન્ફેક્શન-7,965ના મોત: અમેરિકામાં દરેક 50 રાજ્યો કોરોનાની ઝપટમાં,

0
17

વોશિંગ્ટન: દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા બુધવાર સવાર સુધી 1,98,241 થઈ ગઈ છે. 165 દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 7,965 થઈ ગઈ છે. 81,743 લોકોને ઈન્ફેક્શન થયા પછી તેઓ સાજા થઈ ગયા છે. હવાઈ ટાપુએ પર્યટકોને હાલ ન આવવાની ભલામણ કરી છે. ઈઝરાયલ સેનાને સ્થિતિ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજે બ્રિટન સરકાર કોરોના ઈન્ફેક્શન સામે લડવા માટે મહત્વની મીટિંગ કરવાના છે. અહીં બુધવાર સુધી 1950 કેસ સામે આવ્યા છે અને 71 લોકોના મોત થયા છે.

લોસ એન્જિલસની હોસ્પિટલોમાં બ્લડની અછત સર્જાવા લાગી છે. કોરોનાના કારણે બ્લેડ ડોનેશનમાં પણ ઘટાડો આવ્યો છે. ઈઝરાયલમાં ઈન્ફેક્શન રોકવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ સૈન્ય ભરતી પ્રક્રિયા સ્થગીત કરવામાં આવી નથી.

અપડેટ્સ

  • અમેરિકાના દરેક 50 રાજ્યો કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. બુધવારે અમેરિકામાં કોરોનાના કારણે મોતનો આંકડો 105 થઈ ગયો છે. વોશિંગ્ટનમાં કોરોનાના કારણે 50 લોકોના મોત થયા છે, જ્યારે ન્યૂયોર્કમાં 12 અને કેલિફોર્નિયામાં 11 લોકોના મોત થયા છે.
  • જાપાનમાં કોરોનાથી 36 લોકોના મોત થયા છે અને 868 કેસ પોઝિટિવ છે.
  • પાકિસ્તાનમાં બુધવાર સવાર સુધી કોરોના ઈન્ફેક્શનના કુલ કેસ 237 થઈ ગયા છે. અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. મુશ્કેલીની વાત એ છે કે, શંકાસ્પદ દર્દીઓને ક્વારૈંટાઈન અથવા આઈસોલેટ કરવાની કોઈ વ્યવસ્થા નથી.
  • ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા પ્રમાણે, ઈઝરાયલ સેના ટૂંક સમયમાં જ દેશમાં મેડિકલ ટીમને મદદ કરશે. તે માટેની તમામ તૈયારીઓ પણ પૂરી કરી દેવામાં આવી છે. તેના માટે સેનાએ એક આદેશ પણ તૈયાર કરી દીધો છે જે વિશે સરકાર વિચારણાં કરી રહી છે.
  • તૂર્કીમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ ડબલ થઈને 98એ પહોંચી ગયા છે.

અમેરિકા: હવાઈમાં પર્યટક ન આવે
અમેરિકામાં હવાઈ ટાપુની અર્થવ્યવસ્થા મુખ્ય રીતે પર્યટકો પર આધારિત છે. પરંતુ કોરોના વાઈરસે સમગ્ર અમેરિકાને હચમચાવી દીધો છે. ગવર્નર ડેવિડ ઈગેએ હોનોલુલુમાં કહ્યું છે કે, હું દરેક પર્યટકોને વિનમ્રતાથી આગ્રહ કરુ છું કે હવાઈમાં રજાઓ ગાળવાનો કાર્યક્રમ ઓછામો આછો એક મહિના સુધી ટાળી દો. તમે તમારો પ્રોગ્રામ રિ-શિડ્યૂલ કરો તો સારુ થશે.

અમેરિકા: રોજગારી પર અસર: અમેરિકામાં મંગળવારે રાતે કોરોના વાઈરસની અર્થવ્યવસ્થા પર અસર વિશે મીટિંગ થઈ હતી. નાણા મંત્રી સ્ટીવન નૂચિને રિપબ્લિકન સીનેટર્સને જણાવ્યું છે કે, ઈન્ફેક્શનની અસર આ રીતે વધતી જશે તો અમેરિકાની અર્થવ્યવસ્થાની સ્થિતિ 2008ની આર્થિક મંદી કરતા પણ વધારે ખરાબ થઈ શકે છે. નૂચિને ચેતવણી આપી છે કે કોરોનાના કારણે બેરોજગારી દર 20 ટકા સુધી થઈ શકે છે.

UN સુરક્ષા પરિષદની દરેક બેઠક રદ: સંયુક્ત રાષ્ટ્રએ આ સપ્તાહમાં પ્રસ્તાવિત સુરક્ષા પરિષદની દરેક બેઠકો રદ કરી દીધી છે. સુરક્ષા પરિષદની અધ્યક્ષતા હાલ ચીન પાસે છે. ચીન કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત છે. જોકે યુએનએ એક નિવેદનમાં એવું કહ્યું છે કે, રાજનાયિકો અને મીડિયા માટે વિશ્વ સંસ્થા ખુલ્લી રહેશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here