કોરોના અપડેટ વર્લ્ડ : 179 દેશોમાં ઈન્ફેક્શન- મૃત્યુઆંક 10 હજારને પાર, ચીન કરતાં ઈટાલીમાં થઈ રહ્યા છે વધુ મોત; ઈરાને કહ્યું- અહીં 10 મિનિટમાં એક જીવ જાય છે

0
7

વોશિંગ્ટન: કોરોના વાઈરસથી શુક્રવાર સવાર સુધી 179 દેશો ઝપટમાં આવી ગયા છે. અત્યાર સુધી 10,035 લોકોના મોત થયા છે. જ્યારે 2,44,979 લોકોને ઈન્ફેક્શન થયું હોવાની માહિતી મળી છે. સાવી રાત એ છે કે આ દરમિયાન 87,408 દર્દીઓ સાજા પણ થયા છે. કોરોના વાઈરસનું ઈન્ફેક્શન ચીનથી શરૂ થયું હતું. જોકે ત્યાં હવે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ યુરોપીય દેશ ઈટાલીમાં સ્થિતિ વધારે ભયંકર છે. શુક્રવારે સવાર સુધીમાં ચીનમાં મોતનો આંકડો 3,245 હતો જ્યારે ઈટાલીમા આ દરમિયાન ઈન્ફેક્શનના કારણે કુલ 3,405 લોકોના મોત થયાછે. બીજી બાજુ ઈરાન સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદને પણ લોકોની ચિંતા વધારી દીધી છે. ઈરાનના સ્વાસ્થય વિભાગે કહ્યું છે કે, દેશમાં દર 10 મિનિટે એક ઈન્ફેક્ટડ વ્યક્તિનું મોત થઈ રહ્યું છે અને દર 50 મિનિટે એક નવો કેસ સામે આવી રહ્યો છે. પાકિસ્તાનમાં ગુરુવાર સુધીમાં 453 લોકોને ઈન્ફેક્શન થયું છે. અમેરિકા હવે તેમની સેનાને પણ મેદાનમાં ઉતારી રહી છે.

કોરોના વાઈરસની દેશ પ્રમાણે સ્થિતિ

દેશ મોત કેસ
ઈટાલી 3405 41035
ચીન 3248 80967
ઈરાન 1284 18407
સ્પેન 831 18077
ફ્રાન્સ 372 10995
અમેરિકા 277 14354
બ્રિટન 144 3269
નેધરલેન્ડ 76 2460
જર્મની 44 15320
સ્વિત્ઝર્લેન્ડ 43 4222
ભારત 197 4

 

ઈટાલી: સરકાર નિષ્ફળ

એશિયાઈ દેશ ચીનથી ફેલાયેલો કોરોના વાઈરસ હવે બેકાબુ થઈ ગયો છે. શુક્રવાર સવાર સુધી ચીનમાં મોતનો આંકડો 3,245 હતો. જ્યારે ઈટાલીમાં આ દરમિયાન 3,405 ઈન્ફેક્ટેડ લોકોના મોત થયા છે. સીએનએનના જણાવ્યા પ્રમાણે ઈટાલી સરકારે વાઈરસ રોકવાના જેલા પણ પ્રયત્નો કર્યા છે તે નિષ્ફળ ગયા છે. રસ્તાઓ પર સેના પણ તહેનાત કરી દેવામાં આવી છે તેમ છતા ઈન્ફેક્શન ઓછું નથી થતું. અમેરિકન મીડિયાનું કહેવું છે કે, ઈટાલીના લોકો એલર્ટ રહ્યા હોત તો સ્થિતિ આટલી ખરાબ ન થાત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here