અરવલ્લી: રવિ સિઝન માટે કરેલ મકાઈ ચણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ, ખેડૂતો ને ફરી રાતા પાણીએ રડવાનો વારો આવ્યો

0
26

અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકા ના ઇપલોડા માં ખરીફ સિઝન માં ખેતી નિષ્ફળ ગયા બાદ રવિ સિઝન માટે કરેલ મકાઈ ચણા નો પાક ઈયળો ના ઉપદ્રવ થી નિષ્ફળ ખેડૂતો ને ફરી રાતા પાણીએ રોવા નો વારો આવ્યો છે.

અરવલ્લી જિલ્લા માં સિઝન નો 105 ટકા થી વધુ વરસાદ ખાબક્યો છે અને ચોમાસુ પૂર્ણ થયા બાદ કમોસમી વરસાદ થયો જેથી ચોમાસુ સિઝન માં વાવેતર કરેલ મગફળી અને કપાસ નો પાક સંપૂર્ણ પલડી ગયો હતો અને નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ ખેડૂતોએ રવિ સિઝન નું વાવેતર કર્યું રવિ સિઝન માં મેઘરજ તાલુકા ના ઇપલોડા પંથક માં ખાસ કરી ને મકાઈ અને ચણા નું 5 થી 7 હજાર હેકટર જમીન માં વાવેતર કરેલ છે. ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ એક માત્ર આશા રવિ સિઝન માં હતી મોંઘા ભાવ નું ખાતર બિયારણ લાવી ભારે જહેમત ઉઠાવી વાવેતર કર્યું જંતુનાશક દવા પણ છાંટી હતી.

પરંતુ વધુ પડતા વરસાદ ના કારણે જમીન માં અતિશય ભેજ ના કારણે મકાઈ અને ચણા બંને પાક માં ઈયળો પડી જેના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. ઈયળો થી બચવા વધુ તીવ્રતા વાળી જંતુનાશક દવા નો છંટકાવ કર્યો, પરંતુ ઈયળો નાશ ના પામી છેવટે પાક નિષ્ફળ ગયો છે. આમ ખેડૂતો ને પડતા પર પાટુ જેવો ઘાટ થવા પામ્યો છે.

એક તરફ સરકારી સહાય માં પણ ખેડૂતો ને કોઈ ખાસ સહાય નથી મળી રહી ત્યાં એક માત્ર રવિ સિઝન ની આશા હતી તે આશા પર પણ પાણી ફરી વળ્યાં છે. આમ જગત નો તાત જાય તો જય કહા જેવી સ્થિતિ પેદા થઈ છે. જેથી સરકારી તંત્ર ખેડૂતો ને યોગ્ય સર્વે કરાવી સહાય ચૂકવે એવી ખેડૂતો ની માંગ રહેલી છે.