Wednesday, October 20, 2021
Homeગુજરાતમોંઘવારી : ડીઝલનો ભાવ વધારો કમ્મરતોડ, ટ્રાન્સપોર્ટ ભાડા વધુ 10 ટકા વધશે

મોંઘવારી : ડીઝલનો ભાવ વધારો કમ્મરતોડ, ટ્રાન્સપોર્ટ ભાડા વધુ 10 ટકા વધશે

 

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા અને પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને પાર ગયો છે. ત્યારે ટ્રાન્સપોર્ટ સેક્ટર તેની સૌથી મોટી અસર થઇ છે. હાલ પેટ્રોલ બાદ ડીઝલના ભાવ પણ રૂપિયા 100ને પાર થતા તેની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ફરી એક વખત ટ્રાન્સપોર્ટના ભાવમાં 10% વધારો કરવા નિર્ણય કર્યો છે જેની અમલવારી સોમવારથી શરૂ કરવામાં આવશે. અગાઉ થોડા સમય પહેલા પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 20% ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ભાડામાં ભાવ વધારાને કારણે ખાદ્ય પદાર્થો, શાકભાજી, ફળફળાદી વધુ મોંઘાં બનશે.

મોંઘવારી લોકોના સુખચૈનને ભરખી જવા મોં ફાડી રહી છે
આંતરરાષ્ટ્રીય ક્રૂડ સસ્તુ હતું ત્યારે પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકારે ડયુટીમાં ધરખમ વધારો કરી દીધા બાદ હવે ક્રૂડના ભાવ વધવા છતાં આ વધારાયેલ અસહ્ય બોજ કેન્દ્રએ નહીં હટાવતા મોંઘવારી લોકોના સુખચૈનને ભરખી જવા મોં ફાડી રહી છે. આ સિલસિલામાં 18 દિવસથી એકધારા વધતા ડીઝલના ભાવ રૂપિયા 100ને પાર થતા રાજકોટના 700થી વધુ ટ્રાન્સપોર્ટરોએ સોમવારથી ટ્રાન્સપોર્ટ ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ભાવવધારો હજુ અટકવાનું નામ નથી લેતો
રાજકોટમાં આશરે 700 ટ્રાન્સપોર્ટરો છે. જેમાં 400 ટ્રાન્સપોર્ટરો ગુજરાતના બીજા જિલ્લાઓમાં અને દેશના અન્ય રાજ્યોમાં રોજ આશરે 1200 થી 1500 ટ્રક એટલે કે 15 હજાર ટન સુધીનો માલ મોકલતા હોય છે અને સામે કાચો માલ આવતો હોય છે. અગાઉ કોરોના કાળમાં રૂપિયા 64 લિટર લેખે મળતું ડીઝલ રૂપિયા 80 ને પાર થતા ટ્રાન્સપોર્ટરોએ 20 ટકા સુધી ભાડા વધાર્યા હતા, ત્યારબાદ ગત તા. 25 સપ્ટેમ્બરે રૂપિયા 94 માં મળતું ડીઝલ હવે 100 ને પાર થતા અને આ ભાવવધારો હજુ અટકવાનું નામ લેતો નથી ત્યારે ટ્રાન્સપોર્ટરો વધુ 10 ટકા ભાડા વધારશે.

સરેરાશ ભાડુ 28 હજાર છે
ટ્રાન્સપોર્ટ સૂત્રો અનુસાર મુંબઈ ટ્રક મોકલવાનું સરેરાશ ભાડુ 28 હજાર છે જે વધીને 31 હજાર થશે. જ્યારે બેંગ્લોરનું ભાડુ 60 હજારથી વધી 66 હજાર થશે. આંતરિક જિલ્લા હેરફેરમાં આઈસરમાં 5000 થી 10,000નું ભાડુ હોય છે તે પણ 500 થી 1000 વધશે. એકંદરે રાજકોટથી મોકલાતા માલ પર રોજ 20 થી 30 લાખનો ભાડા ખર્ચ વધશે, આ બોજ શરુઆતમાં ઉદ્યોગકારો પર આવશે અને અંતે માલ ખરીદ્દાર પર જ આવશે એ વાત નિશ્ચિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments