ભારતમાં મોંઘવારી એક વર્ષમાં બમણી થઈ, GDPમાં બાંગ્લાદેશ કરતા પણ પાછળ

0
11

એશિયાઈ વિકાસ બેંક (ADB)ના રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં ભારતમાં મોંઘવારી એક વર્ષમાં બમણી થઈ છે. GDP ગ્રોથની વાત કરીએ તો બાંગ્લાદેશ કરતાં પણ ભારત પાછળ રહ્યું છે. 2018માં મોંઘવારી 3.9 ટકા હતી જે વધીને બમણી એટલે કે 7.3 ટકાની થઈ છે. જેના કારણે GDPગ્રોથમાં ભારત બીજા ક્રમે છે.

  • ભારતમાં 2018માં મોંઘવારી 3.9 % હતી જે વધીને 2019માં 7.3 ટકા થઈ
  • દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ GDP ગ્રોથમાં પ્રથમ નંબરે
  • વિકાસ વેગડી વાતું વચ્ચે ભારત GDP ગ્રોથમાં બીજા નંબરે

ADB રિપોર્ટના આધારે જાણો દરેક દેશનો GDP ગ્રોથ

એશિયાઈ વિકાસ બેંક (ADB)એ 25 સપ્ટેમ્બરે અંદાજ લગાવ્યો કે પાકિસ્તાનનો વિકાસ હાલના નાણાંકીય વર્ષ 2019-20માં દક્ષિણ એશિયામાં સૌથી ઓછો એટલે કે 2.8 ટકા રહી શકે છે. એડીબીએ રિપોર્ટમાં જણાવ્યું છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ગયા વર્ષની સરખામણીએ ઓછો વિકાસ કરશે અને સાથે તેની જીડીપી 2.8 ટકા રહેવાનું અનુમાન છે. દક્ષિણ એશિયાના દરેક દેશનો વિકાસ તેનાથી વધારે રહેવાનું અનુમાન છે.

 

પાકિસ્તાનના નાણાંકીય વર્ષમાં વિકાસ ઘટ્યો

બેંકના એશિયન ડેવલપમેન્ટ આઉટલુક રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં હાલના નાણાંકીય વર્ષમાં વિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. નીતિઓને લઈને નિર્ણય લેવામાં સમય લાગવો, નાણાંકીય તથા બાહ્ય આર્થિક અસંતુલનના કારણે રોકાણમાં ખામી આવી છે. રિપોર્ટમાં કહ્યું છે કે નાણાંકીય સંતુલનને યોગ્ય રીતે બેસાડવાની કોશિશથી ઘરેલૂ માંગ પર અસર પડશે અને માંગમાં ઘટાડાથી દરેક ક્ષેત્રમાં સુસ્તી રહેશે. કૃષિ ક્ષેત્રમાં સરકારની પહેલના કારણે સારી પ્રગતિ થઈ શકે છે.

જાણો કયા દેશનો કયો છે નંબર?

એડીબીએ કહ્યું કે દક્ષિણ એશિયામાં હાલના નાણાંકીય વર્ષમાં જાણો કયા દેશનો GDP ગ્રોથ કેટલો છે?

  • પાકિસ્તાન 2.8 ટકા
  • અફઘાનિસ્તાન 3.4 ટકા
  • શ્રીલંકા 3.5 ટકા
  • ભૂટાન 6 ટકા
  • માલદીવ અને નેપાળ બંને અંદાજિત 6.3 ટકા
  • ભારત 7.2 ટકા
  • બાંગ્લાદેશ 8 ટકા

રિપોર્ટમાં કહેવાયું છે કે વર્ષ 2019માં પાકિસ્તાની રૂપિયાની કિંમત ડોલરની સરખામણીએ 24 ટકા સુધી ઘટી છે. મોંઘવારી ઘણી વધીને 7.3 ટકા રહી છે જે 2018માં 3.9 ટકાની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here