(જીવન મંત્ર. રવિ કાયસ્થ) વાસ્તુશાત્ર પ્રમાણે દામ્પત્ય જીવનમાં ઉતાર-ચઢાવ આવવાનું એક કારણ બેડરૂમમાં રાખેલી કેટલિક વસ્તુઓ પણ બની શકે છે. બેડરૂમમાં રાખેલું એક્વેરિયમ, કેટલીક ખાસ પ્રકારની તસવીરો જે દામ્પત્ય જીવનમાં તણાવ લાવી શકે છે. કાશીનાં જ્યોતિશાચાર્ચ પં. ગણેશ મિશ્રાએ જણાવ્યું કે, બેડરૂમમાં એક્વેરિયમ અને શિવજીની તસવીરો રાખવાનું ટાળવું. કારણકે આ તમામ વસ્તુઓ બેડરૂમમાં રાખવાથી દામ્પત્ય જીવનમાં ખટરાગ પેદા થાય છે.
એક્વેરિયમનાં કારણે સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે
બેડરૂમમાં એક્વેરિયમ રાખવું જોઈએ નહીં. તેનાથી દામ્પત્ય જીવનમાં તણાવ વધે છે. સાથે જ પતિ-પત્નીનાં સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર થાય છે. એક્વેરિયમ ઘરનાં બેઠક ખંડમાં રાખી શકાય. વળી તેને એવી રીતે ગોઠવવું કે, ઘરની અંદરથી બહાર તરફ નજર કરીએ તો તે ઘરનાં મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુએ રાખેલું હોવું જોઈએ.
ફ્લાવર પૉટના કારણે પતિ-પત્ની વચ્ચે અંતર વધે છે
ખોટી જગ્યાએ રાખેલો છોડ ઘણી વખત તમારા માટે સારો નથી હોતો. જો ફ્લાવર પૉટની તેની જગ્યા બદલી દેવામાં આવે તો મોટા કામો પણ સરળ બની જાય છે. બેડરૂમમાં કોઈપણ પ્રકારનો છોડ રાખવો જોઈએ નહીં. બેડરૂમમાં છોડ રાખવાથી લગ્નજીવન પર ખરાબ અસર પડી શકે છે. તેના કારણે પતિ-પત્ની વચ્ચે અંતર વધતું જાય છે. બોન્ઝાઈન છોડ પણ ઘરે લાવવાનું ટાળવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બોન્ઝાઈ છોડ ઘરનાં સભ્યોના આર્થિક વિકાસ ઉપર અસર કરી શકે
છે.
બેડરૂમમાં હનુમાનજીની તસવીર ન લગાવો
બેડરૂમમાં બજરંગબલીની તસવીર લગાવવી હિતાવહ નથી. હનુમાનજીની તસવીર કે મૂર્તિ ઘરે લાવતાં તેનું યોગ્ય સ્થાન પસંગ કરવું. હનુમાનજી બાલબ્રહ્મચારી છે. વાસ્તુ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, હનુમાનજીનું બળ દક્ષિણ દિશામાં સૌથી વધુ હોય છે. તેથી તેની પ્રતિમા કે તસવીર દક્ષિણ દિશામાં લગાવવી જોઈએ. પરંતુ બેડરૂમમાં ક્યારેય લગાવવીન નહીં.