શેરબજાર : સેન્સેક્સ 693 અંક વધ્યો, નિફ્ટી 7801 પર બંધ; ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

0
8

મુંબઈઃ શેરબજાર મંગળવારે 1414 અંકના વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 5.58 ટકા કે 1450.71 અંક અને નિફ્ટી 4.91 ટકા કે 373.35 અંક વધી ખુલ્યો હતો. શરૂઆતની 45 મિનિટ બાદ બજારમાં થોડો વધારો-ઘટાડો શરૂ થઈ ગયો હતો. 35 મિનિટ બાદ બજાર ફરીથી ઉપર વધવા લાગ્યું હતું, જે બજાર બંધ થવા સુધી ચાલ્યું. સેન્સેક્સે 692.79 અંક કે 2.67 ટકાના વધારાની સાથે 26674.03 પર અને નિફ્ટીએ 190.80 અંક કે 2.51 ટકાના વધારાની સાથે 7801.05 પર કારોબાર ખત્મ કર્યો હતો. આ પહેલા સોમવારે કારોબારના અંતમાં સેન્સેક્સ 3934.72 અંક ઘટીને 25981.24 પર અને નિફ્ટી 1135.20 અંક ઘટીને 7,610.25 પર બંધ થયા હતા. આ સેન્સેક્સના ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો છે.

રૂપિયામાં મજબૂતાઈ

ડોલરની સરખામણીએ રૂપિયો મંગળવારે 76.14 પર ખુલ્યો અને 76.09 સુધી મજબુત થયો. સોમવારે 76.29ના રેકોર્ડ નીચલા સ્તર પર બંધ થયો હતો. જ્યારે એશિયાઈ બજારોમાં મજબૂતાઈ આવવાથી ભારતીય બજારોને સારા સંકેત મળ્યા. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે ત્યાંના બજારમાં કેશ વધારવાના ઉપાય કર્યા છે. તેના પગલે એશિયાઈ બજારોમાં તેજી આવી છે.

સોમવારે ડાઉ જોન્સ 3 ટકા, એસએન્ડપી અને નેસ્ડેક 0.27 ટકા ઘટ્યા

શુક્રવારે ઘટાડા સાથે બંધ થયેલા અમેરિકાના બજારો સોમવારે પણ ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 3.04 ટકા કે 582.05 અંક ઘટીને 18591.90 પર બંધ થયા હતા. આ રીતે નેસ્ડેકમાં 0.27 ટકા અને એસએન્ડપીમાં 2.93 ટકા ઘટાડો આવ્યો હતો. નેસ્ડેક 18.84 અંક નીચે 6860.67 પર બંધ થયો હતો. એસએન્ડપી 67.52 અંક ઘટીને 2237.40 પર પહોંચ્યો. સોમવારે ડાઉજોન્સ 317 અંક ઘટીને ખુલ્યો હતો. આ રીતે અમેરિકાના બીજા બજાર નેસ્ડેક કંપોઝિટ 25 અંક અને એસએન્ડપી 32 અંક ઘટીને ખુલ્યા હતા. બજાર ખુલતા સમયે ડાઉ જોન્સ 18856, નેસ્ડેક 6853 અને એસએન્ડપી 2272 પર કારોબાર કરી રહ્યાં હતા. કારોબાર બે કલાકની અંદર 9 વાગે રાતે(ભારતીય સમય મુજબ) ડાઉ જોન્સ 777 અંકના ઘટાડા સાથે 18396 પર પહોંચ્યો હતો.

ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યો ક્વોલિટી ઈન્ડેક્સ

આ દરમિયાન બજારમાં જોખમનું સ્તર જણાવનાર ઈન્ડેક્સ ઈન્ડિયા ક્વોલિટ ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ સોમવારે તેના જીવનના ઉચ્ચસ્તર સુધી પહોંચ્યો છે. તે 73.36ના ઉપરી સ્તરે પહોંચ્યો છે, તે તેનું ઉચ્ચતમ સ્તર છે. જોકે સાંજે લગભગ ચાર વાગે તે 7 ટકાથી ઘટીને 71.98 પર હતો. ગુરુવારે 19 માર્ચથી તે 70ના સ્તરથી ઉપરના સ્તરે ચાલી રહ્યો છે. ઈન્ડિયા વીઆઈએક્સનો આંકડો એ જણાવે છે કે બજારમાં અગામી 30 દિવસમાં કેટલા ટકા અસ્થિરતા જોવા મળી શકે છે. આ ઈન્ડેક્સ નિફ્ટી ઈન્ડેક્સ ઓપ્શન પ્રાઈસ પર આધારિત છે. ઈન્ડિયા વીઆઈએક્સ આ પહેલા 19 મે 2009ના રોજ 56.07ના ઉપરના સ્તરે પહોંચ્યો હતો. તે એ સમયે હતો જ્યારે વિશ્વ વૈશ્વિક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું અને તેના કારણે સમગ્ર વિશ્વના બજારોમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here