કોરોના વાઇરસ : વિવિધ અસોશિએશનની અસરગ્રસ્ત ક્રૂ મેમ્બર્સને સહાય કરવાની પહેલ, સોનમ કપૂર, જાવેદ અખ્તર મદદ માટે આગળ આવ્યા

0
7

બોલિવૂડ ડેસ્ક: મહામારી કોરોના વાઇરસની ઝપેટમાં સમગ્ર દુનિયા છે. ભારતમાં પણ તેની સામે સાવચેતી રૂપ પગલાં લઈને તમામ શૂટિંગ અટકાવી દેવાયા છે. આ નિર્ણયથી ઘણા બધા લોકોને અસર થઇ છે. આ અસરગ્રસ્ત કર્મચારીઓની મદદ માટે પ્રોડ્યૂસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયા અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયસ આગળ આવ્યા છે.

પ્રોડ્યૂસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાએ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે જે મુજબ, શૂટિંગ બંધ થતા ઇન્ડસ્ટ્રીમાં રોજ કામ કરી ગુજરાન ચલાવતા કર્મચારીઓ માટે રિલીફ ફંડ એકઠું થઇ રહ્યું છે. અમે અન્ય લોકોને પણ અપીલ કરીએ છીએ કે તેઓ આગળ આવી આ ફંડમાં તેમનો ફાળો આપે.

સોનમ કપૂર, કરણ જોહરે વગેરે સેલેબ્સે આ પોસ્ટ શેર કરી હતી. સોનમ કપૂરે લખ્યું હતું કે, હું અને મારો પરિવાર આમાં ફાળો આપી રહ્યા છીએ.

આ સિવાય ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયસ દ્વારા પણ એક સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે, આ ફેડરેશન સાથે જોડાયેલ જરૂરિયાતમંદ લોકોને કરિયાણું અને રોજની જરૂરિયાતની વસ્તુ આપી રહ્યા છીએ. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ ક્રાઈસિસથી અસર પામેલ ટેક્નિશિયન અને વર્કર્સને મદદ કરવા માટે હાથ લંબાવે.

જાવેદ અખ્તરે લખ્યું હતું કે, હું આ કામમાં સાથે છું. આ આપણી નૈતિક જવાબદારી છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here