સુરત : ઉમરવાડામાં આવેલા ટેનામેન્ટમાં સ્લેબ તૂટી પડતાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને ઈજા.

0
0

રિંગરોડ પાસે આવેલા ઉમરવાડા ટેનામેન્ટ જર્જરીત થઈ જતાં રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. એ દરમિયાન ડી-5 ટેનામેન્ટ‌નો સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી એકલવાયું જીવન જીવતા અને રસ્તા પર નીકળેલા એક 75 વર્ષના વૃદ્ધ મહિલાને ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પગના ભાગે ઈજા પહોંચી

ઉમરવાડા ટેનામેન્ટમાં બીજા માળની લોબી તૂટી પડી હતી. એ દરમિયાન રાહદારી વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતાં.હસુમતીબેન રતિલાલ હળદલવાળા (ઉ.વ.આ. 80)ને હાથે પગે ઇજા પહોંચી હતી. પગનો અગૂંઠો કચડાઈ ગયો હતો. જેથી નખ કાઢીને ટાંકા લેવા પડ્યાં હતાં.

જર્જરીત ટેનામેન્ટની રિનોવેશનની કામગીરી ચાલે છે

ઉમરવાડામાં આવેલું 40-45 વર્ષ જૂનું ટેનામેન્ટ છે.જેની હાલ રિનોવેશન કામગીરી ચાલુ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. ઉમરવાડા ટેનામેન્ટમાં 9 બિલ્ડીંગ છે. વૃદ્ધા એકની એક દીકરી અપરિણીત માસી સાથે રહે છે. વૃદ્ધા દોરા તોડવાનું કામ કરી ગુજરાન ચલાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here