સુરત : કતારગામ ઝોનમાં આરોગ્ય અધિકારી પર હાજરી કૌભાંડનો આરોપ લગાવી યુનિયન દ્વારા શાહી ફેંકાઈ.

0
4

મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં બેલદારોના પ્રશ્ને આરોગ્ય અધિકારી પર શાહી ફેંકવામાં આવી છે. બપોરના સમયે આરોગ્ય અધિકારી ડો. શ્રોફ સાથે યુનિયનના પાંચેક લોકો વાતચીત માટે આવે છે. જેમાં વાતચીત દરમિયાન જીભાજોડી કરવાની સાથે ઉધ્ધતવર્તન થાય છે. યુનિયનના એક વ્યક્તિ દ્વારા ડો. શ્રોફને ભ્રષ્ટાચારી કહીને તેમના પર શાહી ફેંકવામાં આવે છે. કાળુ મોઢુ કરવાની ચીમકી આપીને યુનિયનના લોકો દ્વારા ઓફિસમાં જ નારેબાજી કરવામાં આવે છે. જેથી અન્ય અધિકારીઓ વચ્ચે પડીને યુનિયનના માણસોને ઓફિસની બહાર મોકલે છે. શાહી ફેંકાયા બાદ પોલીસ બોલાવવાની પણ અધિકારીઓએ તૈયારી કરી હોય છે ત્યાં યુનિયનના લોકો જતા રહે છે.

સંગઠન દ્વારા આરોગ્ય અધિકારી વિરૂધ્ધ નારેબાજી પણ કરાઈ હતી.
(સંગઠન દ્વારા આરોગ્ય અધિકારી વિરૂધ્ધ નારેબાજી પણ કરાઈ હતી.)

 

હાજરી કૌભાંડના આરોપ લગાવાયા

યુનિયનના માણસો દ્વારા પાલિકાના કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફ પર શાહી ફેંકતા અગાઉ યુનિયનના અધિકારીઓ ઉગ્ર રીતે વાત ચીત કરતાં હોય છે. ત્યારે અન્ય અધિકારીઓ તેમને શાંતિ રાખવા માટે સલાહ આપે છે. જો કે તે દરમિયાન એકાદ બે જણ કહે છે કે શાંતિથી ઘણા સમયથી રજૂઆત કરતાં પરંતુ કોઈ સાંભળતું નથી.

આરોગ્ય અધિકારી પર શાહી ફેંકાયા બાદ અન્ય અધિકારીઓએ સંગઠનના લોકોને ઓફિસ બહાર ખસેડયાં હતાં.
(આરોગ્ય અધિકારી પર શાહી ફેંકાયા બાદ અન્ય અધિકારીઓએ સંગઠનના લોકોને ઓફિસ બહાર ખસેડયાં હતાં.)

 

અધિકારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યાં

કતારગામ ઝોનમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફ પર શાહી ફેંકવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. પાલિકાના એક અધિકારીએ કહ્યું કે, વાતચીતથી મુદ્દાનો હલ આવી જાય. આ રીતે અધિકારીઓ પર શાહી ફેંકવાની વાત દુર્ભાગ્યપૂર્ણ છે. સાથે જ અધિકારીઓ પર આ રીતે ફેંકાયેલી શાહીથી અધિકારીઓની સુરક્ષા સામે સવાલો ઉઠ્યાં છે.

આંદોલનની ચીમકી સંગઠને ઉચ્ચારી

અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના અધ્યક્ષ કિરીટ વાલેઘાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ડો.શ્રોફ કતારગામ વોર્ડ ઓફિસમાં ચાર બેલદારોને સાથે રાખી ભ્રષ્ટચાર કરે છે.વોર્ડ ઓફિસમાં દારૂની પાર્ટીઓ કરવામાં આવે છે.સફાઈ કામદારોના નામે પૈસા લઈ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તમામ અધિકારીઓ સફાઈ કામદારોને પોતાના હાથની કઠપૂતળી માનતા હોય તો ભૂલી જજો અમે મેદાને પડ્યા છીએ.સફાઈ કામદારો પાસેથી અધિકારીઓ દર મહિને સેક્શનના નામે બીભત્સ માંગણીઓ કરે છે.આ પ્રવૃત્તિઓ રોકવામાં ન આવે તો આનાથી ઉગ્ર આંદોલન કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here