Home વિશ્વ 2 વર્ષની માસૂમ પીડાય છે અજીબોગરીબ બીમારીથી, આઠ મહિનાથી સૂઈ ગઈ છે,...

2 વર્ષની માસૂમ પીડાય છે અજીબોગરીબ બીમારીથી, આઠ મહિનાથી સૂઈ ગઈ છે, હજુ ઉઠી નથી

0
38

કઝાખસ્તાનના કારાગંડા શહેરમાં રહેતી શાયનર નામની મહિલાની બે વર્ષની દીકરી છેલ્લા આઠ મહિનાથી અત્યંત રહસ્યમય બીમારીથી પીડાઈ રહી છે. દીકરી અયાલિમ ગયા વર્ષે ક્રિસમસ મનાવીને સૂઈ ગઈ હતી. આજે આઠ મહિના વીતી ગયા હોવા છતાં પણ તે હજુ ઉઠી નથી. અયાલિમ સવા વર્ષની થઈ ત્યાં સુધી તેનો શારીરિક અને માનસિક ગ્રોથ એકદમ બરાબર તેની ઉંમર પ્રમાણે થયો હતો.

23મી ડિસેમ્બર 2018ના રોજ અયાલિમ થાકીને સૂઈ ગઈ હતી. એ પછીથી તેની હાલત અચાનક જ બગડી. શરૂઆતમાં તો કંઈ ખબર જ ન પડી, પણ તે ઘણું સૂતાં પછી પણ જાગી શકતી જ નથી. અચાનક તે ક્યારેક આંખ ખોલે છે અને ઊંઘમાં કાંઈક બબડે છે, પણ સંપૂર્ણ પણે જાગી નથી શકતી. તેને ખવડાવવાનું, નવડાવવાનું કામ પણ ઊંઘમાં જ કરવું પડે છે. બે, ચાર, આઠ દિવસ સુધી આવું રહે તો હજીયે સમજ્યા, પણ તેની આવી હાલતમાં કોઈ સુધારો જ નથી થતો. તે કોમા જેવી સ્થિતિમાં છે. તેના ગળામાં ટ્યુબ નાખીને ખાવાનું આપવું પડે છે. તે ક્યારેક આંખો ખોલે છે અને ખૂબ રડે છે, પણ તે એટલી ભાનમાં નથી હોતી કે તે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેને ન ગમે એ રીતે અડો કે ઊંચકો તો મોં બગાડીને નારાજગી વ્યક્ત કરી શકે છે, પણ જાગ્રત અવસ્થામાં નથી આવતી.

નવાઈની વાત એ છે કે તેનો શારીરિક વિકાસ હજુ પણ સામાન્ય છે. આઠ મહિનાના આ ગાળામાં તેના મોંમાં દસ નવા દાંત ઊગ્યા છે. તેની મમ્મી શાયમર હિસ્ટરીની શિક્ષિકા છે. અને દીકરીને સાજી કરવા માટે દિવસરાત એક કરી રહી છે. પણ કઝાખસ્તાન અને રશિયાના ડૉક્ટરો આ કેસને લઈ માથું ખંજવાળી રહ્યા છે. તેની સારવાર કરી રહેલાં ડૉક્ટરોનું અનુમાન છે કે કદાચ તે ગર્ભમાં હતી ત્યારે મગજના કોષોમાં વાઇરલ ઇન્ફેક્શન થયું હોય એવું બની શકે છે. અયાલિમ શારીરિક રીતે સ્વસ્થ છે. પણ તેનું ચેતાતંત્ર નબળું પડી રહ્યું છે. જેને કારણે જો ઝડપથી તેની સારવાર નહીં થાય તો તેને સંપૂર્ણપણે સાજી કરવી મુશ્કેલ બની જશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App