વિજાપુર : ફટાકડા આપવાનું કહી આધેડે માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું

0
7

મહેસાણાના વિજાપુરમાં એક આધેડે માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. બાળકીને ફોસલાવી ફટાકડા આપવાનું કહી ખેતરમાં લઇ જઇ કુકર્મ આચર્યું હતું. તો બીજી તરફ પોલીસમાં ફરિયાદ નોંધાવતા નરાધમ ઘર છોડીને ભાગી ગયો છે. આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, વિજાપુરમા રહેતી સાડા પાંચ વર્ષની બાળકી ધનતેરસને દિવસે ઘરે રડતી આવેલી જોઇ તેની બાએ રડવાનુ કારણ પુછતા જ તમામ ચોંકી ગયા હતા.

બાળકીએ કહ્યા મુજબ તેમના ઘરની સામે રહેતા વિક્રમકાકા તેને ફટાકડા અપાવવાનુ કહીને ઘરેથી એકટીવા પર ખેતરે લઇ ગયા હતા અને અહી મારી સાથે ગંદુ કામ કર્યુ હોવાનુ કહેતા જ તેની માતા તેને લઇને સ્થાનીક દવાખાનામા લઇ ગયેલ. જ્યા તબીબે તેને દવા આપી આ પોલીસ કેસ હોવાનુ કહીને ઘરે મોકલી દીધેલ. જ્યાં દુષ્કર્મી ફરાર થઈ જતાં વિજાપુર પોલીસે પોક્સો સહિતનો ગુનો નોંધ્યો છે.

આ અંગે વિજાપુર પીઆઇ આર.એલ.પારઘીએ કહ્યુ કે, બાળકીએ કાકા ફટકડા અપાવવા લઇ જવાનુ કહીને ગંદુકામ કર્યુ હોવાનુ કહેતા હાલમા ફરિયાદ લીધી છે.બાળકી ઉપર દુષ્કર્મ થયુ છે કે કેમ તે ચોક્કસ નથી માટે મહેસાણા સીવીલમા તેનુ મેડિકલ કરાવવા તજવીજ કરી છે.