મોરબી : જાંબુડિયામાં પારકા ઝઘડામાં નિર્દોષ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા.

0
19

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે એક યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેમાં શનિવારે સાંજે ત્રણ શખ્સો એક અન્ય શખ્સને માર મારી રહ્યા હોય એ દરમિયાન આ મૃતક યુવાન ત્યાંથી નીકળતા પેલા શખ્સને બચાવવા આવ્યો હોવાની શંકા કરીને ત્રણ શખ્સોએ તેને છરીના ઘા ઝીકી પતાવી દીધો હતો. હાલ મૃતકના પત્નીએ અજાણ્યા ત્રણ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

ત્રણેય શખ્સો હત્યા કરી ફરાર થઈ ગયા હતા

મોરબીના જાંબુડિયા ગામ નજીક લેટીના કારખાના પાસેના ગેઇટ પાસે લાલપર ગામ પાસે બાઇકમાં આવેલા ત્રણ શખ્સે કારખાનાં કામ કરતા અને ત્યાં જ રહેતા સુનિલ ભદીયાભાઈ નામના યુવાન સાથે જૂની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સે માર માર્યો હતો. એક શખ્સે બાઈક પરથી ઉતરીને છરી કાઢીને સુનિલનો કાંઠલો પકડી તેના પર હુમલો કર્યો હતો. બાદમાં સુનિલ તેનાથી બચીને ત્યાંથી નીકળી ગયો હતો. આ સમયે વરસિંગ ફતીયાભાઈ નામનો પરપ્રાંતીય યુવાન ત્યાંથી નિકળ્યો હતો. આથી ત્રણેય શખ્સે વરસિંગ સુનિલને બચાવવા આવ્યો હોવાનું સમજીને ત્રણેય શખ્સોએ વરસિંગની છરીને ઘા ઝીકીને હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

મૃતકની પત્નીએ અજાણ્યા ત્રણ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

બનાવ બાદ યુવકને સિવિલ હોસ્પિટલમાં પીએમ માંટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પત્નીની મોરબીના જાંબુડિયા ગામે આવેલ લેટીના સિરામીક ટાઇલ્સ કારખાનામાં રહીને મજૂરી કામ કરતી લીલાબેન ઉર્ફે લલિતાબેન વરસિંગભાઈ વહોનિયાએ ત્રણ અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here