Tuesday, September 28, 2021
Homeઈનોવેશન અગેઈન્સ્ટ કોરોના : IIT મંડીએ એન્ટિ બેક્ટેરિયલ માસ્ક ફેબ્રિક તૈયાર કર્યું
Array

ઈનોવેશન અગેઈન્સ્ટ કોરોના : IIT મંડીએ એન્ટિ બેક્ટેરિયલ માસ્ક ફેબ્રિક તૈયાર કર્યું

IIT મંડીના રિસર્ચર્સે ફેસ માસ્ક અને PPE કિટ બનાવવા માટે એવું ફેબ્રિક તૈયાર કર્યું છે જે વાઈરસ ફિલ્ટર કરવાની સાથે આપમેળે પોતાની પણ સફાઈ કરવામાં સક્ષમ છે. આ ફેબ્રિક એન્ટિબેક્ટેરરિયલ છે. સૂર્ય પ્રકાશમાં તેને રાખવાથી તેના તમામ વાઈરસ નાશ પામે છે.

ડૉ. અમિત જયસ્વાલ અને તેમની ટીમે આ ફેબ્રિક તૈયાર કર્યું

ડૉ. જયસ્વાલ (જમણી બાજુએથી બીજા નંબરે) તેમની ટીમ સાથે
ડૉ. જયસ્વાલ (જમણી બાજુએથી બીજા નંબરે) તેમની ટીમ સાથે

આ ફેબ્રિક IIT મંડીના સ્કૂલ ઓફ બેઝિક સાયન્સના અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમિત જયસ્વાલે તેમની ટીમ પ્રવીણ કુમાર, શૌનક રોય અને અંકિતા સાથે મળીને ડેવલપ કર્યું છે. તેમની રિસર્ચના પરિણામ તાજેતરમાં જ અમેરિકન કેમિકલ સોસાયટીની પ્રતિષ્ઠિત જર્નલ અપ્લાઈડ મટિરિયલ એન્ડ ઈન્ટરફેસિસમાં પ્રકાશિત થયાં છે.

એન્ટિ બેક્ટેરિયલ ફેબ્રિક બનાવવા માટે વાળ કરતાં પણ સુક્ષ્મ વસ્તુઓ પર કામ કરાયું
ડૉ. જયસ્વાલે જણાવ્યું કે મહામારીની બીજી લહેર ચાલી રહી છે તેવામાં અમે PPE અને માસ્ક પર કામ કરી તેની કાર્યક્ષમતા વધારવા માટે કામ કરવા માટે વિચાર કર્યો. તેના માટે કપડાં પર એન્ટિ બેક્ટેરિયલ કોટિંગ કરવામાં આવ્યું. તેના માટી ટીમે વાળ કરતાં પણ સુક્ષ્મ સામગ્રી પર કામ કરી પોલી કોટન ફેબ્રિકને એન્ટિ બેક્ટેરિયલ બનાવ્યું છે.

60 વખત ધોયા બાદ પણ માસ્ક એન્ટિ બેક્ટેરિયલ ગુણ જાળવી રાખે છે

  • ડૉ. જયસ્વાલ અને તેમની ટીમે ફેબ્રિકમાં મોલિબ્લેડન સલ્ફાઈડ (MoS2)ના નેનો મીટર આકારની શીટ સામેલ કરી. આ શીટની ધારદાર કિનારી અને ખૂણાઓ શીલ્ડ બની બેક્ટેરિયાનો નાશ કરે છે. આ ફેબ્રિકની ખાસ વાત એ છે કે તેને 60 વખત ધોવામાં આવ્યા બાદ પણ તેના એન્ટિ બેક્ટેરિયલ ગુણ જળવાઈ રહે છે. જૈવિક કચરો ઓછો કરવા માટે આ રીતે માસ્કનો વારંવાર ઉપયોગ કરી શકાય છે.
  • ડૉ. જયસ્વાલે જણાવ્યું કે PPEના ઉપયોગ પછી તેનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો પણ સંક્રમણનું જોખમ રહે છે, પરંતુ રિયુઝેબલ એન્ટિ બેક્ટેરિયલ માસ્ક આ જોખમ ઓછું કરશે. આ ફેબ્રિકનો વાંરવાર ઉપયોગ કરી શકાય છે તેથી ઘરેલુ માસ્ક બનાવવામાં તે ઉપયોગી સાબિત થશે.
  • મોલિબ્લેડન સલ્ફાઈડમાં ફોટો થર્મલ ગુણ હોય છે. તે સૂર્ય પ્રકાશને શોષી લે છે અને ગરમી ઉત્પન્ન કરી બેક્ટેરિયાનો નાશ કરે છે. આ માસ્કને તીવ્ર સૂર્ય પ્રકાશમાં રાખવાથી તે બેક્ટેરિયા રહિત બને છે અને તેનો ફરી ઉપયોગ કરી શકાય છે. આ રિસર્ચને મંજૂરી મળતાં જ તે સામાન્ય લોકો સુધી પહોંચી જશે.

આ ફેબ્રિક આઈસોલેશન વોર્ડ અને કન્ટેનમેન્ટ સેલ માટે ફાયદાકારક
ડૉ. જયસ્વાલે જણાવ્યું કે અમને વિશ્વાસ છે કે આ ઈનોવેશનનો અમારા સમાજ પર ઘણો વધારે અને તત્કાલ પ્રભાવ થશે. આ મટિરિયલથી બનેલી સ્ક્રીન/શીટથી મેક શિફ્ટ આઈસોલેશન વોર્ડ, કન્ટેનમેન્ટ સેલ અને ક્વૉરન્ટીન હોમ બનાવી સંક્રમિતોને અલગથી સુરક્ષિત રાખવા સરળ બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments