Sunday, September 19, 2021
Homeવિશ્વભરનું અવનવું : મેક્સિકોમાં મેટ્રો ટ્રેન પુલ સાથે રોડ પર ખાબકી
Array

વિશ્વભરનું અવનવું : મેક્સિકોમાં મેટ્રો ટ્રેન પુલ સાથે રોડ પર ખાબકી

ગ્વોટમાલાના દક્ષિણમાં પકાયા જ્વાળામુખીમાંથી ગત એક મહિનાથી સતત લાવા નીકળી રહ્યો છે. આશરે 23 હજાર વર્ષ જૂનો આ જ્વાળામુખી માર્ચના છેલ્લા અઠવાડિયામાં ફાટ્યો હતો. હવે તેનો લાવા રહેણાક વિસ્તારો સુધી પહોંચતા સ્થિતિ બગડી રહી છે. પકાયાની આજુબાજુ 21 સમુદાયના લોકો રહે છે. સૌથી વધુ સંકટ તેમના વિસ્થાપનમાં આવી રહ્યું છે. આ વિસ્તાર એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે.

દુનિયાનો સૌથી લાંબો ઝૂલતો પુલ

અરૌકા બ્રીજ પોર્ટુગલમાં બનેલો વિશ્વનો સૌથી લાંબો પગપાળા જઈ શકાય એવો ઝૂલતો પુલ છે. જેનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. આ પુલની તસવીરો તો મજાની છે પણ વાસ્તવિક રીતે પુલ ઉપર જઈને લટાર મારવી હિંમત માગી લે એવું કામ છે. કેમકે આ પુલ પૈવા નદી પર બંધાયેલો મેટલનો અડધો કિમીનો (1700 ફૂટ) ઝૂલતો પુલ છે. જે 574 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવ્યો છે. હવે કલ્પના કરો કે આટલી ઊંચાઈએ આ ઝૂલતા પુલ પર ઊભા હોઈએ અને નીચે એક નજર નાખીએ તો શું થાય! પોર્ટુગિઝ રાજધાની લિસ્બનથી આ પુલ 300 કિમી દૂરના અંતરે આવેલો છે. જો અહીં જવાની ઈચ્છા હોય તો મન મક્કમ કરીને પહોંચી જાઓ બાકી તસવીરો તો અમે આપી જ છે.

મેક્સિકોમાં મેટ્રો ટ્રેન પુલ સાથે રોડ પર ખાબકી

મેક્સિકો સિટીમાં ઓલિવોસ સ્ટેશન પાસેના મેટ્રો ટ્રેનનો પુલ તૂટી પડ્યો હતો. આ પુલ તૂટી પડવાની સાથે મેટ્રો ટ્રેન પણ નીચે રહેલા રોડ પર ખાબકી હતી. આ દુર્ઘટનાના પરિણામે નીચે રોડ પરથી પસાર થઈ રહેલી અનેક કાર કચડાઈ ગઈ હતી. જેમાં 23 લોકોનાં મોત થયા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

પ્રતિબંધો હટતા મ્યુઝિયમમાં લટાર

સમગ્ર યુરોપમાં અનેક સ્થળે કોરોનાનો કહેર ઘટતા હવે પ્રતિબંધો દૂર થયા છે અથવા તો થઈ રહ્યા છે. વેટિકન સિટીમાં પણ પ્રતિબંધો હવે દૂર થયા છે. જેના પછી અહીંનાં વેટિકન મ્યુઝિયમ્સની મુલાકાતે આવતા લોકોની અવરજવર વધી છે.

વિશ્વની સૌથી ‘જાડીપાડી’ કેરી

કોલંબિયાના ગુઆટાનું ખેડૂત દંપતી જર્મન ઓર્લેન્ડો નોવોઓ બર્રેરા તથા રીના મારિયા માર્રોક્વિન વિશ્વની સૌથી ભારે કેરી ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ તોડવામાં સફળ થયું છે. તેમણે ઉગાડેલી કેરીનું વજન 4.25 કિલો છે. તેને ગિનીસ બુકમાં સ્થાન પણ મળી ગયું છે. અગાઉનો રેકોર્ડ 2009માં ફિલિપાઇન્સમાં મળેલી 3.435 કિલોની કેરીના નામે હતો.

કોરોના કાળમાં ભયનું લખલખું પેદા કરતી ભીડની તસવીર

પાકિસ્તાનમાં શિયા સમુદાયે ઇમામ અલીની પુણ્યતિથિ પર દેશભરમાં જુલૂસ કાઢ્યાં. ઇમામ અલી શિયા સમુદાયના પહેલા ઇમામ હતા. તસવીર લાહોરમાં નીકળેલા જુલૂસની છે. કોરોનાના વધતા સંક્રમણ છતાં માસ્કનું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન નહોતું રખાયું. નોંધનીય છે કે ઇમરાન સરકારે કોરોનાકાળમાં આવા કોઇ પણ પ્રકારના આયોજન પર તેમ જ ભીડ એકઠી કરવા પર રોક લગાવી હોવા છતાં આ સ્થિતિ સર્જાઇ. ભારતમાં કુંભમેળાના આયોજન બાદ વધેલા સંક્રમણનો ઉલ્લેખ કરીને ચિંતા વ્યક્ત કરાઇ હતી પણ વાતચીત છતાં ધાર્મિક નેતાઓ ન માન્યા અને ભીડ એકઠી કરી. જુલૂસમાં અંદાજે 10 હજાર લોકો જોડાયા.

સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે રખાય એ આ જોઈને તો સમજો!

ચેન્નઇ સ્થિત આઇએફએસ (ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) અધિકારી સુધા રામેને મંગળવારે વાઘની આ તસવીર ટ્વિટર પર શૅર કરતા લખ્યું કે, ‘એકબીજાથી ‘ડિસ્ટન્સ’ કેવી રીતે જાળવવું તે આ વાઘ આપણને બતાવી રહ્યા છે. આશા રાખું કે તમે મેસેજ સમજી ગયા હશો.’ ટ્વીટ મુજબ આ તસવીર મેલ્વિન ફર્નાન્ડિસે લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments