Tuesday, September 21, 2021
Homeવિશ્વભરનું અવનવું : એકબીજાના હાથ ધુઓ, કરોળિયાએ રચી કલાકૃતિ
Array

વિશ્વભરનું અવનવું : એકબીજાના હાથ ધુઓ, કરોળિયાએ રચી કલાકૃતિ

દુનિયાભરમાં કોરોનાવાયરસે કહેર મચાવ્યો છે, જેમાં ઈન્ડોનેશિયા પણ બાકાત નથી. કોરોના મહામારી હજુ કેટલા સમય સુધી લોકોને ભોગ બનાવશે એ કોઈ જાણતું નથી. ઈન્ડોનેશિયામાં કોરોનાના કેસો વધ્યા છે તો સાથે મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. ઈન્ડોનેશિયાના જાવા પ્રાંતમાં બાંડુંગમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને દફનાવીને થાકેલા PPE સૂટમાં સજ્જ કર્મચારીઓએ આખરે કબર પર જ સૂઈ જઈને થોડા સમય માટે આરામ કર્યો હતો.

અડ્યા વિના ના ચાલે તો એકબીજાના હાથ ધુઓ

ઇટાલીના મિલાનમાં બેઝ કલ્ચરલ ક્લબ ખાતે આર્ટિસ્ટ્સ દ્વારા ‘વૉશિંગ હેન્ડ્સ’ ઇન્સ્ટોલેશન તૈયાર કરાયું છે. અહીં સિન્કની બંને તરફ બેસવાની વ્યવસ્થા છે, જ્યાં ઓળખીતા કે અજાણ્યા મુલાકાતીઓ સામસામે બેસીને સેફ ફિઝિકલ કોન્ટેક્ટ માટે સાબુથી એકબીજાના હાથ ધુએ છે.

ટ્રેનને પાટા સાથે વાંકું પડ્યું

ટ્રેન ગમે ત્યાંની હોય, એને ગમે ત્યારે પાટા સાથે વાંકું પડી જતું હોય છે. મેક્સિકોમાં સાન ઈસિડ્રો મેઝાટેપેક ખાતે એક માલગાડી પાટા પરથી ખડી પડી હતી, જેને કારણે એના અનેક ડબ્બા પાટા પરથી ઊતરી જઈને પલટી મારી ગયા હતા તો એન્જિન રીતસર જમીનમાં ખૂંપી ગયું હતું. આ દુર્ઘટનામાં કમનસીબે એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.

હદ છે… આમ તે કંઈ લોકડાઉન હટ્યાની ખુશી મનાવાય

માણસ નામે વિચિત્ર પ્રાણી શું કરે એ નક્કી જ હોતું નથી. કેલિફોર્નિયામાં લોસ એન્જલસ ખાતે કોરોનાવાયરસની અસર ઓછી થયા પછી પ્રતિબંધો ક્રમશઃ હટાવાઈ રહ્યા છે. એની ખુશીમાં અનેક સ્થળે રિઓપનિંગ પાર્ટીઓનું આયોજન થઈ રહ્યું છે. આવી જ એક પાર્ટીમાં એક વ્યક્તિ હ્યુમન ફાઉન્ટેનના એક પર્ફોર્મરના મોંમાં પાણીની પિચકારી મારીને જાણે કોરોના નાસી ગયાની ખુશી મનાવતો હોય એવું દૃશ્ય જોવા મળ્યું. જોકે લોકડાઉન હટ્યાની ખુશી થાય એ માની શકાય એવી વાત છે, પરંતુ એનો અર્થ એ નથી કે કોરોનાવાયરસે વિદાય લીધી છે. સહેજ બેદરકારીથી જીવનથી હાથ ધોવા પડી શકે છે.

કરોળિયાએ રચી કલાકૃતિ

ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા રાજ્યના ગિપ્સલેન્ડ નગરમાં પૂર આવ્યું છે ત્યારે ચોંકાવનારો નજારો જોવા મળી રહ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરોળિયાની જાળ ફેલાયેલી જોવા મળે છે. આ જાળ ખૂબ મોટી અને ટ્રાન્સપરન્ટ છે. પૂરને કારણે કરોળિયા અહીં ઝાડ, થાંભલા અને સડક કિનારે ઊંચાઈ પર રહેલા હોર્ડિંગ બોર્ડને પોતાનું ઘર બનાવી રહ્યા છે. કરોળિયાઓ દ્વારા ખુદને બચાવવાની આ ટેક્નિકને વૈજ્ઞાનિક ભાષામાં ‘બેલુનિંગ’ કહે છે.

આ ભાઈ મેચ જોવા નહીં, દેખાવો કરવા આવ્યા છે!

મ્યુનિકમાં હાલમાં જ યુરો 2020 મેચનું આયોજન ફ્રાન્સ અને જર્મનીની ટીમો વચ્ચે થયું હતું. આ મેચ રમાઈ રહી હતી ત્યારે ખેલાડીઓની સાથે પ્રેક્ષકો પણ અચંબામાં પડી ગયા હતા, કેમ કે એક વ્યક્તિ પેરાશૂટ દ્વારા સીધી જ મેચ રમાતી હતી ત્યારે મેદાનમાં ઊતરી આવી હતી. હકીકતમાં આ માણસ ગ્રીનપીસ સંગઠનનો એક્ટિવિસ્ટ હતો. આ સંગઠન ફોસિલ ફ્યુલના ઉપયોગનો વિરોધ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments