કોરોનાના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરનારી ખાનગી લેબોરેટરી સામે તપાસના આદેશ

0
47

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ કર્યા વગર બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યાં છે. રાજ્યમાં કૉવિડ-19 ના એન્ટીજન કે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કર્યા વગર બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરીઓને લઈને માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલોની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે તપાસના આદેશ આપ્યાં છે.

આ અંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાએ સુરતની તેજસ લેબ સામે એપેડેમીક એક્ટ અંતર્ગત તાત્કાલિક કાર્યવાહીની સાથે લેબનું લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે,

સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાનગી લેબોરેટરીની આકસ્મિક તપાસ કરશે અને જિલ્લાકક્ષાની ટીમો પણ તાત્કાલિક ખાનગી લેબોરેટરીઓની મુલાકાત લઈને તપાસમાં જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here