ઓપરેશન સમુદ્ર સેતુ : INS જલાશ્વ માલદીવથી 698 ભારતીયને લઈને રવાના, જેમાં 19 ગર્ભવતી મહિલાઓ પણ સામેલ; આવતીકાલ સુધી કોચ્ચિ પહોંચવાની સંભાવના

0
8

કોચ્ચિ/માલે. કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોને હવાઈ અને સમુદ્ર માર્ગે લઈ જવાઈ રહ્યા છે. આના માટે કેન્દ્ર સરકારે ‘વંદે ભારત મિશન’ અને ‘ઓપરેશન સમુદ્ર સેતુ’ શરૂ કરાવામાં કર્યુ છે. ઓપરેશન સમુદ્ર સેતુ હેઠળ સૌથી પહેલા માલદીવથી ભારતીયોને લાવવામાં આવી રહ્યા છે. માલેથી 698 ભારતીયોને લઈને INS જલાશ્વ રવાના થઈ ચુક્યું છે. જેની 10મેના રોજ કોચ્ચિ પહોંચવાની સંભાવના છે.

INS જલાશ્વ દ્વારા માલદીવથી 595 પુરુષ અને 103 મહિલાઓ પાછી આવી રહી છે. જેમાં 19 ગર્ભવતી મહિલાઓ પણ છે. નૌસેના લગભગ 2000 લોકોને પાછા લાવવા માટે INS જલાશ્વ અને INS મગર દ્વારા ઓપરેશન ચલાવી રહી છે. બન્ને યુદ્ધપોત કેરળના કોચ્ચિ અને INS મગર દ્વારા ઓપરેશન ચલાવી રહી છે. બન્ને યુદ્ધપોત કેરળના કોચ્ચિ અને તમિલનાડુના તૂતીકોરિનથી બે-બે વખત માલે જશે. મળતી માહિતી પ્રમાણે, માલદીવથી 4500 લોકોને ભારત પાછા લાવવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે. માલદીવમાં લગભગ 27 હજાર ભારતીય રહે છે.

INS મગર રવિવારે માલેથી નીકળશે
માલદીવમાં ભારતના હાઈકમિશનર સંજય સુધીરે જણાવ્યું કે, INS મગર રવિવારે 200 ભારતીયોને લઈને તમિલનાડુના તૂતીકોરિન જશે. આગામી સપ્તાહે ફરી માલે આવશે. સુધીરે જણાવ્યું કે, INS જલાશ્વ ગુરુવારે માલે પોર્ટ પહોંચ્યો હતો. ભારતીયોને ઘરે પાછા લાવતા પહેલા લોકડાઉન પ્રોટોકોલનું પુરી રીતે પાલન કરવામાં આવ્યું. તમામના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે.

કેટલું મોટું છે ઓપરેશન સમુદ્ર સેતુ?
ખાડી અને અન્ય દેશોથી ભારતીયોને લાવવા માટે નેવીના 14 જહાજ તૈયાર કરાયા છે. જેમાંથી બે માલદીવ અને એક દુબઈ પહોંચ્યા હતા. આ ત્રણ જહાજ સોશિયલ ડિસ્ટેસીંગ સાથે લોકોને લાવી રહ્યા છે. બાકી 11 જહાજ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આ પહેલા નેવીએ 2015માં યમનથી અને 2006માં લેબનાનથી ભારતીયોને રેસ્ક્યૂ કર્યા હતા. ત્યાં યુદ્ધથી પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવ્યા હતા.

લોકોને લાવતી વખતે સંક્રમણ ન ફેલાય તેનું પુરે પુરું ધ્યાન રાખવામાં આવશે. નૌસેનિકોએ સોશિયલ ડિસ્ટેસીંગનું ધ્યાન રાખવાની સાથે પુરે પુરી સાવધાની રાખવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here