કોરોનાને હરાવવાની જિદ : 99 વર્ષીય ટોમે 100 કદમ ચાલીને 153 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું,

0
5

ઇંગ્લેન્ડના એક ભૂતપૂર્વ ફૂટબોલર ખેલાડી બોબી મૂર હતા જેમની હેઠળ ટીમે 1966માં ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો હતો. બીજા ટોમ મૂર છે, જે બીજા વિશ્વ યુદ્ધના નાયક રહ્યા છે. તે 99 વર્ષની ઉંમરે કોરોનાવાયરસ (કોવિડ -19) ને હરાવવા આગળ આવ્યા છે. કોરોનાને હરાવવા માટે, ટોમે ગોર્ડન ખાતે 100 કદમ ચાલીને 16 મિલિયન પાઉન્ડ(લગભગ 153 કરોડ રૂપિયા) ભેગા કર્યા છે. આ નાણાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ફંડમાં જમા કરવામાં આવશે. ઇંગ્લેન્ડના મોટા ખેલાડીઓના પડકાર પર ટોમે આ રેસ પૂર્ણ કરી છે.

ટોમ 30 એપ્રિલના રોજ 100 વર્ષના થવાના છે. તેઓએ તમામ મેડલથી સજ્જ બ્લેઝર પહેરીને વ્હીલચેરની મદદથી 100 કદમ ચાલ્યા. આ દરમિયાન તેમણે 25 મીટરનું અંતર કાપ્યું. ટોમ સાથે તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા.

ટોમને 1 લાખ રૂપિયાની આશા હતી

ટોમનું લક્ષ્ય માત્ર 1000 પાઉન્ડ (લગભગ 1 લાખ રૂપિયા) એકત્ર કરવાનું હતું, પરંતુ તેમના ચાહકોએ દિલથી દાન આપ્યું. પડકાર પૂર્ણ કર્યા પછી, ટોમે કહ્યું, “મને આટલું ફંડ ભેગું કરવાની અપેક્ષા નહોતી.” આજે હું ગર્વ અનુભવું છું. મને બહુ સારું લાગે છે આશા છે કે તમને પણ સારું લાગે છે. સંકટના વાદળો હટી જશે અને નવો સૂરજ ઉગશે. ” વડા પ્રધાન બોરિસ જોનસને પણ ટોમની પ્રશંસા કરી હતી.

બર્માના નામથી ફેમસ છે ટોમ

ટોમે બીજા વિશ્વ યુદ્ધમાં ઇંગ્લેન્ડની સેનામાં જોડાયા પહેલા સિવિલ એન્જીનિયર હતા. તે પછી તેમને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ટોમે ભારત અને મ્યાનમારમાં પણ કામ કર્યું હતું. તેઓ બર્માના નામથી પણ જાણીતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here