પ્રેરણા મળી : ફિલ્મમેકર અજય ધામા પર સક્રિય રૂપે કોરોનાથી પ્રભાવિત લોકોને મદદ કરી રહ્યા

0
0

એક્ટર સોનુ સૂદ છેલ્લા ઘણા મહિનાઓથી હજારો લોકોને મદદ કરી રહ્યો છે અને તેનામાંથી પ્રેરણા લઈને અન્ય લોકો પણ મદદ માટે આગળ આવ્યા છે. ફિલ્મમેકર અજય ધામા પર સક્રિય રૂપે કોરોનાથી પ્રભાવિત લોકોને મદદ કરી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું, લોકોની મદદ કરવાની પ્રેરણા મને મસીહા એટલે કે સોનુ સૂદમાંથી મળી.

અજયે કહ્યું, સોનુએ મને પ્રેરિત કર્યો અને આ ડગલે-પગલે મદદ કરી. છેલ્લા ઘણા મહિનાથી અમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. અમે જોયું કે લોકોનું જીવન ઘણું કપરું થઈ ગયું છે. દેશનાં ગામ વિસ્તારમાં આ તકલીફ વધારે છે. અમારો ઉદ્દેશ આ લોકો સુધી પહોંચવાનો અને સોનુના કામમાં સ્પીડ લાવવાનો છે.

ગ્રામીણ વિસ્તાર સુધી મેડિકલ સુવિધાઓ પહોંચાડવી છે
અજય આ મહામારીમાં સતત કોરોના રાહત કાર્યમાં લોકોની મદદ કરી રહ્યો છે. હાલમાં જ તેણે ઉત્તર પ્રદેશ અને હરિયાણાનાં ગ્રામીણ વિસ્તારમાં મેડિકલ હેલ્પની વ્યવસ્થા કરી. આ ઉપરાંત ઓક્સિજન, ઓક્સિમીટર, N-95 માસ્ક, ડિજિટલ થર્મોમીટર, રબર બેન્ડ ગ્લવ્ઝ અને દવાઓની કીટ પણ મોકલી હતી.અજય સતત સોનુની મદદ કરી રહ્યો છે. તેનો ઉદ્દેશ દેશમાં જ્યાં મેડિકલ સુવિધાઓ પહોંચતી નથી ત્યાં સુધી પહોંચવાનો છે.

સોનુનો ચાહક ખુલ્લા પગે 700 કિમી ચાલીને મળવા આવ્યો
કોરોનાકાળમાં સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોને શક્ય તેટલી મદદ કરી છે. સોનુ સૂદની નિઃસ્વાર્થ મદદને કારણે તેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. આ જ કારણે તેના ચાહકોમાં ઘણો જ વધારો થયો છે. હાલમાં જ સો.મીડિયામાં કેટલીક તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરમાં સોનુ સૂદને મળવા માટે એક વિદ્યાર્થી 700 કિમી ખુલ્લા પગે ચાલીને મુંબઈ આવ્યો હતો. આ વિદ્યાર્થી હૈદરાબાદથી ચાલતો ચાલતો મુંબઈ સોનુ સૂદને મળવા આવ્યો હતો.

સોનુ સૂદે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
સોનુ સૂદે સો.મીડિયામાં પોતાના આ ચાહકની તસવીર શૅર કરી હતી. તેના આ ચાહકનું નામ વેંકટેશ છે. સોનુએ તેના આવવાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ચાલીને આવવા માગતો હતો. જોકે, તે નથી ઈચ્છતો કે ચાહકો આ રીતે ચાલીને તેને મળવા આવે. સોનુએ કહ્યું હતું, ‘વેંકટેશ, આ છોકરો હૈદરાબાદથી મુંબઈ ખુલ્લા પગે ચાલીને મને મળવા આવ્યો. મેં તેના અહીંયા આવવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ તે ચાલીને જ આપ્યો. તે ઘણો જ પ્રેરણાદાયી છે અને હું તેનો આભારી છું.’ વધુમાં સોનુએ કહ્યું હતું કે તે અન્ય કોઈને આ રીતે મુશ્કેલી સહન કરીને ચાલીને આવવાની કોઈ પ્રેરણા આપતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here