તારક મહેતા શોના ભીડેનું ઈંસ્ટા અકાઉન્ટ થયું હેક, સોનુના અકાઉન્ટ પરથી વીડિયો કર્યો શેર

0
16

સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આત્મરામ ભીડેનો રોલ કરતાં મંદાર ચંદાવરકરનું ઈંસ્ટા અકાઉન્ટ હેક થયું હતું. આ વાતની જાણકારી તેણે દીકરી સોનુ એટલે કે પલક સિદ્ધવાનીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને આપી હતી.

વીડિયોમાં એક્ટરે કહ્યું હતું કે, ‘હેલ્લો ફ્રેન્ડ્સ, હું મંદાર તમને માત્ર જાણ કરવા માગું છું કે, મારું ઈન્સ્ટાગ્રામ હેક થઈ ગયું છે. છેલ્લા 3 દિવસથી હું તેને ઓપન કરી શકતો નથી. મને મારા PRએ જણાવ્યું કે, લગભગ ઈન્સ્ટાગ્રામ વેરિફિકેશન માટે ઉપરથી તેને ડિસએબલ કરી દેવાયું હોઈ શકે છે. હું છેલ્લા 4 દિવસથી તેને ઓપરેટ કરી શકતો નથી. જો તમને મારા આઈડી પરથી કોઈ મેસેજ આવે છે તો સમજી લેજો કે મેં મોકલ્યો નથી. તે હેક થયું છે. તેથી હું અત્યારે પલકના ઓફિશિયલ આઈડી પરથી તમને આ મેસેજ મોકલી રહ્યો છું. આ વધારેમાં વધારે ફોરવર્ડ કરો. જ્યારે મારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પાછું મળી જશે ત્યારે આવો જ એક વીડિયો પોસ્ટ કરીને જણાવીશ. ત્યાં સુધી ધ્યાનમાં રાખો કે મારું આઈડી હેક થઈ ગયું છે’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here