ઈન્સ્ટાગ્રામે થોડા ટાઈમ પહેલાં જ ‘Recently Deleted’ ફીચર લોન્ચ કર્યું

0
2

જો તમે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ છો અને તમે ભૂલથી કોઈ પોસ્ટ ડિલીટ કરી છે અને હવે તમારે તેને રિકવર કરવી છે તો ફિકર નોટ. ઈન્સ્ટાગ્રામે થોડા ટાઈમ પહેલાં જ ‘Recently Deleted’ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમે તમારાં અકાઉન્ટ પર ડિલીટ કરેલી પોસ્ટને રિકવર કરી શકો છો. આ ફીચર એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે અવેલેબલ છે.

અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર ડિલીટ કરેલી પોસ્ટને રિકવર કરવાનો કોઈ રસ્તો નહોતો, પરંતુ હવે Recently Deleted ફીચરની મદદથી તમે ફોટોઝ, વીડિયોઝ, રીલ્સ અને IGTV રિસ્ટોર કરી શકો છો. જોકે આ ફીચરની મદદથી ડિલીટ કરેલી સ્ટોરીઝ રિકવર નહિ કરી શકાય. તમારી ડિલીટેડ પોસ્ટ રિકવર કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

સૌ પ્રથમ તમારી એપ અપડેટ કરો.

હવે એપ ઓપન કરી પ્રોફાઈલ પર ક્લિક કરો.

હવે જમણી બાજુએ રહેલાં હેમ્બર્ગર મેન્યુ પર ક્લિક કરી Settings પર ક્લિક કરો.

ત્યારબાદ Account પર ક્લિક કરી નીચે દેખાતાં Recently Deleted ઓપ્શન પર ક્લિક કરો.

તમને ડિલીટ કરેલી પોસ્ટ અહીં જોવા મળશે. તેમાંથી તમે જે પોસ્ટ ડિલીટ કરવા માગતા હો તેના પર આપેલા 3 ડોટ પર ક્લિક કરો.

ત્યારબાદ recover it ઓપ્શન પર ક્લિક કરો.

યુઝર્સની સિક્યોરિટીને ધ્યાનમાં રાખી કંપનીએ રિકવર પોસ્ટ માટે વેરિફિકેશનની પ્રક્રિયા પણ રાખી છે. રિસ્ટોર કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર યુઝર્સને OTP મળશે. તે સબમિટ કર્યા બાદ કન્ફર્મ કરીને જ ડિલીટ કરેલી પોસ્ટ રિકવર કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here