Wednesday, September 28, 2022
Homeદેશઉશ્કેરણીજનક ભાષણો અટકાવવાના બદલે સરકાર મૂક દર્શક બની ગઇ : સુપ્રીમ

ઉશ્કેરણીજનક ભાષણો અટકાવવાના બદલે સરકાર મૂક દર્શક બની ગઇ : સુપ્રીમ

- Advertisement -

સુપ્રીમ કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણો કે નિવેદનોને લઇને આકરુ વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સમક્ષ આવા ભાષણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે સરકાર ઉશ્કેરણીજનક ભાષણો મુદ્દે કેમ મૂકદર્શક બની રહી છે? સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે દેશ આવા ભાષણોને કારણે કઇ દિશા તરફ જઇ રહ્યો છે? અગાઉ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે દેશમાં નફરતી ભાષણો અટકાવવા માટે કોઇ ચોક્કસ કાયદો નથી, અન્ય કાયદા પર નિર્ભર રહેવુ પડે છે.

હેટ સ્પીચ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે તે એક તરફ નફરતી ભાષણો અપાઇ રહ્યા છે બીજી તરફ તમે શું કરી રહ્યા છો? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જોસેફે મૌખિક ટિપ્પણી કરતા કહ્યું હતું કે ટીવી એંકરની ભૂમિકા બહુ જ મહત્વપૂર્ણ હોય છે. હેટ સ્પીચ કા તો મેઇન સ્ટ્રીમ ટીવી દ્વારા અથવા તો સોશિયલ મીડિયા દ્વારા સામે આવી રહી છે. એંકરની ફરજ છે કે જ્યારે કોઇ ડીબેટ દરમિયાન હેટ સ્પીચ આપે ત્યારે તેને તુરંત જ રોકી દેવા જોઇએ.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ નફરતી ભાષણો અને નિવેદનો અટકાવવા માટે આપણી પાસે એક ચોક્કસ લીગલ ફ્રેમવર્ક હોવું જોઇએ. ન્યાયાધીશ કેએમ જોસેફ અને ન્યાયાધીશ રિષિકેશ રાયની બેંચ દ્વારા કુલ ૧૧ અરજીઓની સુનાવણી કરવામાં આવી રહી છે જેમાં આવા નફરતી ભાષણો અટકાવવા ચોક્કસ કાયદા સહિતના પગલાની માગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નફરતી ભાષણોનો રાજકીય પક્ષો નાણા બનાવવા ઉપયોગ કરે છે અને ટીવી ચેનલ મંચ તરીકે કામ કરે છે. સૌથી વધુ નફરત ભર્યા ભાષણ ટીવી, સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે. બ્રિટનમાં આવા નફરતી ભાષણો બદલ ટીવી ચેનલને મોટો દંડ ફટકારાયો હતો, આપણે ત્યા આવા કોઇ ચોક્કસ નિયંત્રણો નથી. રાજનેતાઓ ટીવી જેવા મંચનો ફાયદો ઉઠાવે છે. મીડિયા લોકતંત્રનો સ્તંભ છે, તેણે આ પ્રકારના ફાયદા ઉઠાવનારાઓનો શિકાર ન બનવંર જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular