વડાપ્રધાને કોરોના ટેસ્ટ અને સીરો સર્વેને વધારવા આપ્યા નિર્દેશ

0
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોના ટેસ્ટ અને સીરો સર્વેને વધારવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે બધા માટે ઓછી કિંમતમાં નિયમિત રીતે ઝડપથી તપાસની સુવિધા જલ્દીથી જલ્દી ઉપલબ્ધ થવી જોઈએ. પીએમે કહ્યું કે તેમની સરકાર ઓછી કિંમતમાં બધાને વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. પીએમ મોદીએ ભારતીય વેક્સીન નિર્માતાઓના પ્રયત્નોની પણ પ્રશંસા કરી હતી.

વડાપ્રધાને કહ્યું હતું, દેશ બધા માટે સરળતાથી અને ઓછા ખર્ચે કોરોનાની તપાસ, વેક્સિન અને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ જંગમાં સતત નજર રાખવા અને ઉચ્ચ સ્તર પર તૈયારી રાખવાનું આહ્વાન કરતા પીએમે હેલ્થ ઓથોરિટીને નિર્દેશ આપ્યો કે તે કોરોના ટેસ્ટ અને સીરો સર્વેને વધારે.

કોરોનાને લઈને રિસર્ચ અને વેક્સિન નિર્માણની પ્રગતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા પીએમે સતત અને વૈજ્ઞાનિક તપાસની સાથે-સાથે પરંપરાગત સારવાર પદ્ધતિઓના મહત્વ પર પણ ભાર આપ્યો હતો.

વડાપ્રધાને મહામારીનો સામનો કરવામાં આયુષ મંત્રાલય તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસોની પણ સરાહના કરી. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથ વેક્સિન વિતરણને લઈને કરવામાં આવી રહેલી વ્યાપક તૈયારીઓની પણ સમિક્ષા કરી. ઉલ્લેખનિય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય દરેકને વેક્સિન ઉપલબ્ધ કરાવવાની સુનિશ્ચિત કરવા અને કુલિંગ સ્ટોરમાં જમા કરવાની સાથે સાથે અસરકારક ડિલિવરી સુનિશ્ચિત કરાવવાના પડકારો પર કામ કરી રહ્યું છે.

કોરોના દર્દીઓનો આંકડો 73 લાખને પાર

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ગુરુવારે 73 લાખને પાર પહોંચી ગયો. કોરોનાના દૈનિક કેસોમાં થોડા દિવસો ઘટાડો જોવા મળ્યો પરંતુ તે બાદ ફરીવાર તેમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે કોરોનાથી થતાં મોતમાં આજે ઘટાડો જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 680 દર્દીઓના મોત થયાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયેના આંકડાઓ પ્રમાણે આજે કોરોનાના 67,708 નવા કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. દેશમાં 63 લાખથી વધારે દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here