વધુ એક સુસાઈડ : પેઇન્ટર તથા ફોટોગ્રાફર રામ ઈન્દ્રનીલ કામતે આત્મહત્યા કરી, બાથટબમાંથી શબ મળ્યું

0
0

મુંબઈના જાણીતા પેઇન્ટર, ફોટોગ્રાફર તથા આર્ટિસ્ટ રામ ઈન્દ્રનીલ કામતનો પાર્થિવ દેહ બુધવાર, 19 ઓગસ્ટની રાત્રે તેમના માટુંગા સ્થિત ફ્લેટના બાથટબમાંથી મળી આવ્યો હતો. પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે. પોલીસ આ કેસની શરૂઆતની તપાસ સુસાઈડ કેસ તરીકે જ કરશે.

ઘટના સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ નોટમાં મોત માટે કોઈને પણ જવાબદાર ગણાવ્યા નથી. જોકે, કામતનું મોત ઝેર ખાવાથી થયું કે અન્ય કોઈ રીતે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આની પુષ્ટિ કરવામાં આવશે.

ઈન્દ્રનીલ તણાવમાં હતો
41 વર્ષીય રામ કામત છેલ્લા ઘણા સમયથી તણાવમાં હતો અને લૉકડાઉનને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ હતી. તે શંકર મથમ રોડ પર પાલી હાઉસમાં પોતાની માતા તથા બહેન સાથે રહેતો હતો. તેણે લગ્ન કર્યાં નહોતાં. પોલીસે રામ ઈન્દ્રનીલના પરિવાર તથા નિકટના સાથીઓની પૂછપરછ કરી છે.

આ રીતે મોતની જાણકારી મળી
માતાએ પોલીસને પૂછપરછ દરમિયાન કહ્યું હતું, બુધવાર (19 ઓગસ્ટ) સાંજે રામ ઈન્દ્રનીલ ન્હાવા માટે બાથરૂમ ગયો હતો અને કલાકો સુધી બહાર આવ્યો નહોતો. ત્યારબાદ તેમને શંકા જતાં તેમણે બાજુમાં રહેતા લોકોને બોલાવ્યા અને દરવાજો તોડ્યો હતો. કામત બાથટબમાં બેભાન હતો. પરિવાર તરત જ રામ ઈન્દ્રનીલને સાયન હોસ્પિટલ લઈ ગયો હતો. અહીંયા ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામમાં 13 જુલાઈએ છેલ્લી પોસ્ટ કરી હતી
રામ ઈન્દ્રનીલે 13 જુલાઈના રોજ પોતાની પાલતુ કૂતરાં સાથેની તસવીરો પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે જ્યારે તેનો સારો મૂડ હોય છે ત્યારે તે ફોટો ક્લિક કરે છે. ઉલ્લેખનીય છે કે રામ આર્ટિસ્ટ હોવાની સાથે સાથે ફોટોગ્રાફર પણ હતો. તેનું ગ્લાસ-વર્ક પેઈન્ટિંગ મુંબઈના આર્ટ સર્કિટમાં ઘણું જ લોકપ્રિય હતું. આ ઉપરાંત રામ માઈથોલૉજિસ્ટ પણ હતો. તે પોતાના માતા લક્ષ્મીનું સૌથી પ્રેમાળ સંતાન ગણાવતો હતો.

https://www.instagram.com/p/CCluvPZFrvg/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here