કોમ્યુનિટી ઇન્ફેક્શનને રોકવા માટે IIT ગાંધીનગરે બનાવ્યું ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ

0
0

ગાંધીનગર :  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર (IITG) એ કોવિડ19 ડેશબોર્ડ વિકસિત કર્યું છે. જેના દ્વારા સંચાલકો, હોસ્પિટલો અને લોકો કોરોના વાઇરસ પરીક્ષણની યોજના બનાવી શકે છે. તેમજ કોમ્યુનિટી લેવલે વાઇરસને ફેલાતો અટકાવવામાં મદદરૂપ બનશે. આઇઆઇટી-ગાંધીનગરના સંશોધનકારોએ જણાવ્યું હતું કે ડેશબોર્ડ શહેર પર આધારિત વિવિધ દ્રશ્યોને લગતી ચોક્કસ માહિતી પ્રદાન કરશે.

સોશ્યિલ કોમ્પલેક્ષ અને કોન્ટેક્ટ પદ્ધતિઓનો સમાવેશ

તેમણે વધુમાં કહ્યું હતું કે લોકડાઉન બાદ સમુદાય સ્તરે વાઇરસને રોકવા માટે તપાસની વધુ સારી યોજનાઓ અને અભિયાનો ચલાવવા માટે વિવિધ ટીમોને મદદ કરશે. આ ડેશબોર્ડનું નામ એમ.આઇ.આર.એ.એચ.ડી. કોવિડ-19 ડેશબોર્ડ છે. મુખ્યત્વે આ ડેશબોર્ડમાં રોગચાળો ફાટી નીકળવાના મોડેલ, સોશ્યિલ કોમ્પલેક્ષ અને કોન્ટેક્ટ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસ સહિતના સંપર્કના દર અને અલગ-અલગ દર સહિતની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંશોધનને આધારે નિર્ણય લેવામાં મદદ મળશે

એમ.આઇ.આર.એ.એચ.ડી. કોવિડ -19 ડેશબોર્ડ શહેરી ધોરણોને આધારે તૈયાર કરવામાં આવેલો પ્રોજેક્ટ છે. જે રાજ્યના આધુનિક રોગચાળાના સ્પ્રેડ મોડેલો, પરીક્ષણ અને ક્વોરન્ટિંગ દર અને કોન્ટેક ટ્રેસિંગ રેટ ઉપરાંત, જટિલ સામાજિક અને પરિવહન પદ્ધતિને એકીકૃત કરવા સક્ષમ છે. આઈઆઈટી ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગના આસિન્ટન્ટ પ્રોફેસર ઉદિત ભાટિયાએ જણાવ્યું હતું કે આનાથી કોવિડ -19 યોજના તૈયાર કરવામાં આવતા લોકોને કટોકટીના સમયમાં સંશોધનને આધારે નિર્ણય લેવામાં મદદ મળશે. ડેશબોર્ડ માટે પ્રારંભિક ટેસ્ટબેડ અમદાવાદ પૂરતી સીમિત છે, અને ટીમ દેશના અન્ય શહેરો અને રાજ્યોમાં મોડેલના વિસ્તરણ પર કામ કરી રહી છે, જેને ગૃહ મંત્રાલય દ્વારા હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવી છે. “એમઆઇઆર એએચડી કોવિડ -19 ડેશબોર્ડ ‘covid19.iitgn.ac.in’ પર ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here