ઇન્ટરેસ્ટિંગ : સિંગાપોરની કંપનીએ લોકપ્રિય ડિશને માત્ર 45 સેકન્ડમાં તૈયાર કરતો રોબોટ બનાવ્યો

0
35

ગેજેટ ડેસ્ક: એક એન્જિનિયરિંગ કંપનીએ એક એવો રોબોટ બનાવ્યો છે કે, જે માત્ર 45 સેકન્ડમાં રાજ્યની સૌથી લોકપ્રિય ડિશ લક્સાની પાઈપિંગ હોટ બાઉલ સર્વ કરશે. આ રોબોટને સોફી નામ આપવામાં આવ્યુ છે. એક કલાકમાં સોફી રોબોટ 80 બાઉલ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ રોબોટથી નુડલ્સને બ્લોન્ચ કરી શકાશે. અગાઉથી પકવેલુ ઝીંગા, અને મસાલેદાર નારિયેળનો સુપ મેળવી શકાશે.

સોફી રોબોટની ડિશને ટેસ્ટ કરતાં એક ગ્રાહકે કહ્યું કે, મને સોફીએ બનાવેલી લોકલ ડિશ ઘણી પસંદ આવી છે. આ ડિશ અને કોઈ વ્યક્તિએ બનાવેલી ડિશમાં કોઈ વધારે તફાવત નથી.

સિંગાપોરમાં અન્ય એક કંપની આવતા વર્ષે રેસ્ટોરાં અને શોપિંગ મોલ જેવી જગ્યાઓ પર સાફ-સફાઈ કરે તેવા કુલ 300 રોબોટ લોન્ચ કરવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here