દહેગામ : મ્યુનિસિપલ હાઈસ્કુલ અને પુર્ણીમા હાઈસ્કુલના વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો અંદર ચાલતા ઝઘડાઓને લીધે……

0
11

દહેગામમા મ્યુનિસિપલ હાઈસ્કુલ અને પુર્ણીમા હાઈસ્કુલના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા બે દીવસથી વિદ્યાર્થીઓના ચાલતા ઝઘડાઓથી ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાય છે તો પોલીસ તંત્ર આ બાબતે તકેદારીના પગલા નહી ભરે તો આનુ પરીણામ ગંભીર આવે તેવુ દેખાઈ રહ્યુ છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા આવેલા મામલતદાર કચેરીથી તાલુકાના પંચાયત જવાના મુખ્ય માર્ગ ઉપર પાંચ જેટલી શાળાઓ આવેલી છે અને આ શાળાઓમાથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અહીયાથી પસાર થાય છે ત્યારે છેલ્લા બે દીવસથી મ્યુનિસિપલ હાઈસ્કુલના મુખ્ય માર્ગ ઉપર અને પુર્ણીમા હાઈસ્કુલના મુખ્ય માર્ગ ઉપર વિદ્યાર્થીઓના અંદરો અંદર ચાલી રહેલા ઝઘડાઓનો આજે પણ અંત આવ્યો નથી તેથી આજે બપોરે શાળા છુટવાના સમયે મુખ્ય માર્ગ ઉપર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ વચ્ચે તુ તુ મૈ મૈ ના દ્રષ્યો સર્જાઈ રહ્યા હતા. અને ગઈ કાલે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ કારણોસર મારામારીના દ્રષ્યો સર્જાયા હતા અને આજે પણ ફરી મારામારીના દ્રષ્યો સર્જાતા આ મુખ્ય માર્ગ ઉપર વિદ્યાર્થીઓ આ ઝઘડાઓને જોવા માટે વિદ્યાર્થીઓ લાંબી કતારો લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. અને આ વિદ્યાર્થીઓના ચાલતા આંતરીક ડખાઓને લીધે ક્યારેક આનુ ગંભીર પરીણામ આવે તેવી પરીસ્થિતિનુ નીર્માણ થવા પામ્યુ છે.

તો દહેગામ પોલીસે તાકીદે શાળા છુટવાના સમયે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવે નહીતર હજી પણ આવતી કાલે ફરી આ બનાવનો અંત આવ્યો નથી તેથી પાણી પેલા પોલીસતંત્ર પાર બાંધે તેવી તાકીદે જરૂરીયાત વર્તાઈ રહી છે. અને આ વિદ્યાર્થીઓના ચાલતા આંતરીક ડખાઓને લીધે લાંબા સમય સુધી આ માર્ગ ઉપર ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાઈ રહ્યા છે તો આ માર્ગ ઉપર પોલીસતંત્ર તકેદારીના પગલા ભરીને રસ્તો ચોખ્ખો કરે તેની તાકીદે જરૂર છે.

  • દહેગામ મ્યુનિસિપલ હાઈસ્કુલ અને પુર્ણીમા હાઈસ્કુલના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા બે દીવસથી સવારમા શાળા છુટવાના સમયે વિદ્યાર્થીઓના ચાલતા ઝઘડાઓ માટે મુખ્ય માર્ગ ઉપર લાંબા સમય સુધી ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાય છે
  • દહેગામ મામલતદાર કચેરીથી તાલુકા પંચાયત જવાના મુખ્ય માર્ગ ઉપર પાંચ જેટલી શાળાઓ આવેલી છે અને આ માર્ગ ઉપર ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાઈ રહ્યા છે તેમ છતા તંત્ર દ્વારા કોઈ તકેદારીના પગલા ભરવામા આવતા નથી
  • છેલ્લા બે દીવસથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતા ઝઘડાઓ દીવસે દીવસે વધી રહ્યા છે તો આ શાળાઓ છુટવાના સમયે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરૂરીયાત ઉભી થવા પામી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here