ઈન્ટરનેશનલ શૂટર શગુન લૉકડાઉનમાં ઓર્ગેનિક ખેતી કરી રહી છે

0
7

જયપુર. ઈન્ટરનેશનલ શૂટર શગુન ચૌધરી લૉકડાઉનના કારણે પ્રેક્ટિસથી દૂર છે. આ કારણે તેમણે ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. જયપુર સ્થિત ફાર્મહાઉસ પર શગુન 7 મહિલાઓ સાથે લસણ, ટામેટા અને ભીંડાની ખેતી કરી રહી છે. ઓર્ગેનિક કીનૂ ફાર્મ પણ છે, જ્યાં 800 વૃક્ષો છે. તેની સપ્લાઈ દિલ્હી અને જયપુર કરવામાં આવે છે.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માગું છું

શગુને કહ્યું કે- ‘શૂટિંગને કારણે હું આ રીતે કામ કરી શકતી નહોતી. લૉકડાઉનના સમયે મહિલાઓ સાથે મળીને કામ કરી રહી છું. હું આ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માગું છું. ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ વધી રહ્યો છે. આ લોકો માટે ફાયદાકારક પણ છે. હું 17 વર્ષથી શૂટિંગ કરી રહી છું.’ 2012 લંડન ઓલિમ્પિકમાં ઉતરનારી 36 વર્ષીય આ ખેલાડી માટે શૂટિંગમાં ઉંમર મહત્ત્વ ધરાવતી નથી. આ ઈન્ડિવિડ્યુઅલ રમત છે. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી શકાય છે. ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે છૂટ મળવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here