ઇન્ટરનેટ યુઝર્સે કરણ જોહર પર નિશાન તાક્યું, ‘કોફી વિથ કરણ’ પર પ્રતિબંધ મૂકવા ઓનલાઈન પિટિશન સાઈન કરી રહ્યા છે

0
5

મધુર ભંડારકરની ફિલ્મ ‘બોલિવૂડ વાઈવ્સ’ ટાઈટલ ચોરવાના આરોપ પાછો કરણ જોહર હવે સોશિયલ મીડિયા યુઝર્સના ધ્યાનમાં આવી ગયો છે. ઇન્ટરનેટ યુઝર્સ તેના ચેટ શો ‘કોફી વિથ કરણ’ પર પ્રતિબંધ મૂકવા ઓનલાઈન પિટિશન સાઈન કરવાની શરુ કરી દીધી છે. એટલું જ નહિ પણ ટીવી, વેબ શો અને તેની ફિલ્મોનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી રહ્યા છે.

એક યુઝર ઓનલાઈન પિટિશનની લિંક શેર કરીને લખ્યું કે, મેં મારું યોગદાન આપ્યું છે. તમને ખબર છે તમારે શું કરવાનું છે? કેન્સલ કોફી વિથ કરણ પિટિશન સાઈન કરો.

બીજા અન્ય યુઝરે લખ્યું છે, પ્લીઝ, પિટિશન સાઈન કરો અને વધારે રિટ્વીટ કરો. કોફી વિથ કરણ પર બેન મૂકો. કરણ જોહર બકવાસ ટીવી શો અને ફિલ્મ્સ બનાવે છે.

અન્ય યુઝરે ટ્વીટ કર્યું, શું તમે 14 જૂનનો સુશાંત સિંહ રાજપૂતનો ચહેરો ભૂલી ગયા?

IMPPAમાં ધર્મા પ્રોડક્શનની ફરિયાદ કરી

ગયા અઠવાડિયે કરણ જોહરે પોતાના વેબ રિયાલિટી શો ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ’નું ટ્રેલર રિલીઝ કર્યું હતું, તેની સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર થશે. ફિલ્મમેકર મધુર ભંડારકરે તેની અને કંપની ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મેહતા પર આરોપ મૂક્યા છે કે તે લોકોએ વેબ શો માટે તેમની ફિલ્મનું ટાઈટલ ચોર્યું છે. સોશિયલ મીડિયામાં પોતાની વાત કહ્યા બાદ મધુર ભંડારકરે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA)માં પણ ધર્મા પ્રોડક્શન વિરુદ્ધ ફરિયાદ કરી છે.

મધુર ભંડારકરે ટ્વીટ કરીને લખ્યું કે, ‘પ્રિય કરણ જોહર, તમે અને અને અપૂર્વ મેહતાએ મારી પાસે ‘બોલિવૂડ વાઇવ્સ’ ટાઈટલની માગ કરી હતી પણ મેં ના પાડી દીધી હતી કારણકે મારા પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આ નૈતિક અને સૈદ્ધાંતિક રૂપે ખોટું છે કે તમે ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ’નો ઉપયોગ કરી લીધો. પ્લીઝ મારો પ્રોજેક્ટ ખરાબ ના કરો. હું તમને તમારું ટાઈટલ બદલવા વિનમ્ર અપીલ કરું છું.’