સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈસલ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મુલાકાત

0
8

ગાંધી પરિવારના અત્યંત નજીક અને વિશ્વાસુ મનાતા દિવગંત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલની આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાતે ગુજરાતમાં રાજકીય અટકળોના બજારને ગરમ કરવા માંડ્યુ છે.

ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં કરેલા સારા દેખાવ બાદ આમ આદમી પાર્ટી વધારે સક્રિય બની રહી છે તે જ સમયે ફૈસલ પટેલની અને કેજરીવાલની મુલાકાતથી હવે ફૈસલ પટેલ કોંગ્રેસથી અલગ થઈને કશું કરવાના છે કે કેમ તે અંગેની ચર્ચા શરુ થઈ છે.

ખુદ ફૈસલ પટેલે કેજરીવાલ સાથેની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને કહ્યુ હતુ કે, આખરે દિલ્હીના સીએમ કેજરીવાલજીને મળીને મને ગૌરવ થઈ રહ્યુ છે. દિલ્હીના રહેવાસી તરીકે હું તેમના વર્ક એથિક્સ અને નેતૃત્વની કાબેલિયતનો પ્રશંસક છું. માનવતા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પ્રભાવ અને દેશમાં હાલની રાજકીય પરિસ્થિત પર મેં તેમની સાથે ચર્ચા કરી છે.

આ બેઠકના અહેવાલ કોંગ્રેસ માટે પરેશાન કરનારા હોઈ શકે છે. કારણકે ફૈસલના પિતા અહેમદ પટેલ કોંગ્રેસના કદાવર નેતા હતા અને ગાંધી પરિવાર બાદ કોંગ્રેસના સૌથી શક્તિશાળી વ્યક્તિ મનાતા હતા. આ સંજોગોમાં મુખ્યમંત્રી કેજરીવાલ સાથેની ફૈસલ પટેલની મુલાકાતના ઘણા સૂચિતાર્થ નિકળી શકે છે.

જાણકારોનુ માનવુ છે કે ફૈસલ અત્યાર સુધી રાજકીય રીતે પોતાના પિતા જેટલા સક્રિય નહોતા પણ હવે આ પરિવાર રાજકારણમાં ફરી પોતાનો પગ જમાવવા માંગે છે અને ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here