G-7 LIVE : ફ્રાન્સમાં ટ્રમ્પ અને મોદી વચ્ચે મુલાકાત, ‘પાકિસ્તાન અને ભારત વચ્ચેના વિષયોમા અમે ત્રીજા દેશને કષ્ટ આપવા નથી માંગતા’-મોદી

0
0

પેરિસઃ ફ્રાન્સના બિયારિટ્સમાં G-7 બેઠક ચાલી રહી છે. રવિવારે ભારતના વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને બ્રિટેન વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મુલાકાત કરી હતી. મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, મહાસચિવ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. અમે જળવાયુ પરિવર્તનને રોકનારા પ્રયાસોને પણ વેગ આપવા માટે ચર્ચા કરી છે. અત્યારે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરી સંબોધન કરી રહ્યા છે.

ટ્રમ્પનો આભાર માની કાશ્મીર મુદ્દે કહ્યું- અમે કોઇ ત્રીજાને કષ્ટ આપવા નથી માગતા

ટ્રમ્પે મોદીને લોકસભા ચૂંટણીની જીત માટે શુભેચ્છા આપી તે અંગે મોદીએ તેમનો આભાર માન્યો હતો. ભારત અને પાકિસ્તાન અંગેના સવાલમાં મોદીએ કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના વિષયો પર અમે દ્વીપક્ષીય સંબંધો દ્વારા ચર્ચા કરી છે. અમે તેમાં કોઇ ત્રીજા દેશને કષ્ટ આપવા નથી માગતા.

બ્રિટનના પીએમ સાથે મુલાકાત

જોનસનના વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી સાથેની આ પહેલી મુલાકાત છે. મોદીએ જણાવ્યું કે, બ્રિટેન સાથે ઘણા મુદ્દાઓ, વ્યાપાર, રક્ષા અને નવા સંશોધનો અંગે ચર્ચા થઈ હતી. ભારત અને બ્રિટેનના સંબંધો આવનારા સમયમાં વધુ મજબૂત બનશે. જેનો ફાયદો બન્ને દેશોને મળશે. મોદીએ એશેઝ સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ઈગ્લેન્ડની જોરદાર જીત પર જોનસેનને શુભેચ્છાઓ આપી.

પીએમ મોદી અને ટ્રમ્પ પણ મુલાકાત કરશેઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં G-7સમિટમાં ભાગ લેવા માટે રવિવારે પહોંચ્યા છે. અહીં બિયારેટ્ઝ શહેરમાં મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે. ભારત સરકારના જમ્મુ કાશ્મીર પરના નિર્ણય બાદ ટ્રમ્પ પ્રશાસને ભારે નિવેદનબાજીઓ કરી હતી. જેથી હવે આ મુલાકાત દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સૌ કોઈ આ મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.

આ પહેલા મોદી ફ્રાન્સ અને યુએઈના પ્રવાસ બાદ 24 ઓગસ્ટે બહરીન પહોંચ્યા હતા. ત્યાં બહરીનના ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમાદે શનિવારે ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા’થી સમ્માનિત કરવામાં આવ્યા છે. ફ્રાન્સ રવાના થતા પહેલા મોદીએ શ્રીનાથ મંદિરના દર્શન પણ કર્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે ભારત અને બહરનની મિત્રતા, વ્યાપારીક સંબંધો અને સાંસ્કૃતિક આદાન- પ્રદાન અંગે વાતચીત થઈ છે.

બદલતા વલણ વચ્ચે ટ્રમ્પ અને મોદીની મુલાકાત

  • અમેરિકી રાષ્ટ્રપતિએ ભારત સરકારના અનુચ્છેદ 370ના નિર્ણય અંગે ઈમરાન ખાન સામે મધ્યસ્થતા માટે તૈયાર હોવાની વાત કરી હતી અને તેના માટે પીએમ મોદી સાથે પણ વાત કરી છે. ટ્રમ્પના આ નિવેદન પર ખાસો હોબાળો થયો ભારત સરકારે આ અંગે સ્પષ્ટતા કરી તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે.
  • ભારત સરકારના જવાબ બાદ ટ્રમ્પ પ્રશાસને સફાઈ આપતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીર મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. જેમાં કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here