ગાયક ઝુબિન નોટિયાલે હીરા બા સાથે કરી મુલાકાત

0
4

યુવાઓમાં આગવુ આકર્ષણ ધરાવતા ગાયક ઝુબિન નોટિયાલે તાજેતરમાં અમદાવાદના ગાંધી આશ્રમમાં અમૃત મહોત્સવમાં પરફોર્મ કર્યુ હતુ.

હવે જાણવા મળતી વિગતો પ્રમાણે ઝુબિન કાર્યક્રમ બાદ પીએમ મોદીના માતા હીરા બાને મળવા માટે પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ પણ લીધા હતા.

નોટિયાલે સોશિયલ મીડિયા પર પીએમ મોદીની માતા સાથે થયેલી મુલાકાતની તસવીર શેર કરી છે અને તેમણે પીએમ મોદીના ભરપૂર વખાણ પણ કર્યા છે.

નોટિયાલે લખ્યુ હતુ કે, આજે મને ખબર પડી કે આપણા વડાપ્રધાન આટલા વિન્રમ અને ધરતી સાથે જોડાયેલા કેમ છે.આ શિક્ષણ તેમને તેમની માતા પાસેથી મળ્યુ છે.

12 માર્ચે પીએમ મોદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણીની અમૃત મહોત્સવ સાથે શરુઆત કરાવી છે. પીએમ મોદીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રાને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે ઝુબિન નોટિયાલનો પણ એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here