Wednesday, October 20, 2021
Homeગુજરાતરજૂઆત : દરિયામાં કેમીકલયુકત ગંદુ પાણી છોડવાની યોજના રદ્દ કરવાની માંગણી

રજૂઆત : દરિયામાં કેમીકલયુકત ગંદુ પાણી છોડવાની યોજના રદ્દ કરવાની માંગણી

 

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, જેતપુરના ઉધોગોમાંથી નિકળતા ગંદા કેમીકલયુકત પાણીને શુદ્ધીકરણ કરી દરીયામાં નિકાલ કરવા માટે ડીપસી એકલુઅન્ટ ડીસ્પોઝલ પ્રોજેકટ મંજૂર કરી તેની કામગીરી કરવા માટે રૂ.2275 કરોડની વહીવટી મંજૂરી આપેલી છે. જેની સામે સાગરપુત્ર ફાઉન્ડેશન માછીમાર બોટ એસોએ રાજ્ય સરકારને રજૂઆત કરી શુદ્ધીકરણ કરાયેલું પાણી દરીયામાં છોડવાની બદલે ખેતી, ઉધોગો અને ઘર વપરાશમાં આપવા માંગણી કરી છે.

સાગરપુત્ર ફાઉન્ડેશન માછીમાર બોટ એસો.એ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય પ્રદુષણ બોર્ડના નિયમો પ્રમાણે નિર્ધારીત માત્રા કરતા દસથી અનેક ગણા વધુ સી.ઓ.ડી. -બી.ઓ.ડી., એમોનીયા નાઇટ્રેટ જેવા અનેક પ્રકારના કેમીકલ અને કલરયુકત ગંદા પાણીનું શુદ્ધીકરણ આટલા વિશાળ જથ્થામાં એક સમયમાં એકી સાથે નિયમીત પણે કરવું અને તે પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા નિર્ધારીત માપદંડ મુજબ કરવું એ કાર્ય જટીલ અને અસંભવ છે.

આમ છતાં વાસ્તવીકતાથી વિપરીત રાસાયણીક તત્વોયુકત પાણીનો નિકાલ દરીયામાં કરાશે તો દરીયાઇ જીવસૃષ્ટી નાશ પામશે. જેથી દરીયાઇ થકી રોજીરોટી મેળવતા લાખો માછીમારી જેવા ધંધા બરબાદ થઇ જશે. એક તરફ માચ્છીમારો સમૃદ્ધ બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા બ્લુ રીવોલ્યુશન જેવી યોજનાઓ અમલમાં મુકી રહી છે. તો બીજી બાજુ ગુજરાતનો દરીયો પ્રદુષીત બને અને દરીયામાં રહેલી વનસ્પતિઓ તથા જીવસૃષ્ટીનો નાશ થાય તેવી ડીપ- સીએફલુઅન્ટ ડીસ્પોજલ યોજનાને રાજય સરકાર મંજૂર કરી અમલ કરાવવવા આગળ વઘી રહી છે. જેની સામે માછીમાર સમાજમાં ઉગ્ર રોષની લાગણી પ્રર્વતેલ છે.

વધુમાં કેન્‍દ્ર સરકારની સંસ્‍થા એમપીઇડીએના પ્રમાણીત આંકડાઓ મુજબ ગત વર્ષે 5 હજાર કરોડની ફોઝન સી ફુડઝની (દરીયાઇ ઉત્પાદન) નિકાસ ગુજરાતમાંથી જુદા-જુદા દેશોમાં થયેલી છે. જ્યારે અંદાજીત 2500 કરોડ રૂપીયાનું વાર્ષીક દરીયાઇ ઉત્પાદન રાજય અને દેશમાં ઉપયોગ-વપરાશ થાય છે. આથી ડીપ-સીએફલુઅન્ટ ડીસ્પોજલ યોજનાને મંજૂરી આપવામાં આવશે તો મત્સ્યોધોગ સંપૂર્ણ બરબાદ થઇ જશે. જેનો ભોગ માછીમારો બનશે જેથી આ યોજનાને તાત્કાલીક અસરથી રદ કરવાની અંતમાં માંગ કરી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments