આકાશમાંથી ઘરમાં આવીને પડ્યો અણમોલ ખજાનો, એક જ ઝાટકે બની ગયો કરોડપતિ

0
16

કહેવાય છે કે, ઉપરવાળો આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. કંઈક આવું જ ઈન્ડોનેશિયાના કોફિન બનાવનારા 33 વર્ષના જોસુઆ હુતાગલુંગ સાથે પણ બન્યું છે. જોસુઆના ઘરે ઘમાસાણના એક અનમોલ ખજાનો આકાશમાંથી ધરતી પર આવીને પડ્યો છે અને તે જોત જોતામાં જ 10 કરૉડ રૂપિયાના માલિક બની ગયા છે.

 

જોસુઆના ઘર પર આકાશમાંથી એક મોટો ઉલ્કાપિંડ આવીને પડ્યો છે. તે ઉત્તર સુમાત્રા ના કોલંગમાં રહે છે. જ્યારે તે પોતાના ઘરની પાસે એક શબપેટી બનાવી રહ્યો હતો ત્યારે અવકાશી પિંડ તેના લિવિંગ રૂમના એક છેડે છત તોડીની અંદર પડ્યો હતો. આ ઉંલ્કાપિંડનો વજન 2.1 કિલો છે અને તે જમીનમાં આશરે 15 ઈંચ જેટલો ઉંડે ઉતરી ગયો હતો.

સુઆએ જ્યારે આ પિંડને બહાર કાઢ્યો ત્યારે તે ખૂબ જ ગરમ હતો અને જ્યારે તેનો સ્પર્શ કર્યો ત્યારે તેનો થોડો ભાગ તૂટી ગયો હતો. આ ઉલ્કાપિંડ ખૂબ જ અવાજ સાથે ઘરના એક ભાગમાં પડ્યો હતો. થોડી તપાસ કરી ત્યારે માલુમ પડ્યું હતું કે ઘરની છતમાં નાનો હોલ પડી ગયો હતો. જ્યારે આ પિંડને લોકોએ જોયો ત્યારે તેમણે કહ્યું હતું કે, તે આકાશમાંથી આવ્યો છે. સ્થાનિક લોકોએ પણ એક મોટા ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. આ દુર્લભ ખડગને જોવા માટે ઘણા લોકો તેના ઘરની મુલાકાત લઈ ચુક્યા છે.

આ અવકાશી પિંડ આશરે 4.5 બિલિયન વર્ષ જૂનો છે અને તેનું મૂલ્ય આશરે 1.4 મિલિયન પાઉન્ડ એટલે કે 10 કરોડ રૂપિયા છે, જે જોસુઆની આશરે 30 વર્ષની સમકક્ષ વેતન જેટલું મૂલ્ય થાય છે. તે કહે છે કે આ રકમથી તે પોતાના સમુદાય માટે એક ચર્ચ બનાવશે.

અમેરિકાના ઉલ્કાપિંડ બાબતના નિષ્ણાત જારેડ કોલિન્સે કહ્યું કે આ આશરે 4.5 બિલિયન વર્ષ જૂના પિંડ માટે મને ઓફર થઈ હતી અને તે તેની ખરીદી માટે તૈયારી દર્શાવી હતી. કોલિંસે તે અમેરિકા મોકલી આપ્યો જ્યારે તેને ઈન્ડિયાનાપોલિસના ડોક્ટર અને મિટેરિએટ કલેક્ટર જય પિયાટેક દ્વારા ખરીદવામાં આવ્યો હતો, તેમ ટેક્સાસ, અમેરિકાની લુનાર એન્ડ પ્લેનેટરી ઈન્સ્ટિટ્યૂટે માહિતી આપી હતી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here