વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ કરો, FD કરતાં વધુ વ્યાજ મળશે

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તેમની સંપત્તિની જાહેરાત કરી છે. આ મુજબ 30 જૂન 2020 સુધી પીએમ મોદીની સંપત્તિ 2.85 કરોડ છે. વડાપ્રધાને જે સેવિંગ સ્કીમમાં તેમના પૈસા રોકેલા છે તેમાંથી એક પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)પણ છે. પીએમ મોદીએ આમાં 8,43,124 રૂપિયાનું રોકાણ કર્યું છે. આજે અહીં તમને આ યોજના વિશે જણાવવામાં આવી રહ્યું છે. જેથી, તમે પણ તેમાં રોકાણ કરીને નફો મેળવી શકો.

FD કરતાં વધારે વ્યાજ મળશે

આ સ્કીમમાં રોકાણ કરવા પર અત્યારે વાર્ષિક 6.8% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક રીતે થાય છે. પરંતુ વ્યાજની રકમ રોકાણનો સમયગાળો પૂરો થયા બાદ આપવામાં આવે છે. આ સ્કીમનો ટેન્યોર 5 વર્ષનો છે. જો કે, મેચ્યોરિટી પૂરી થયા બાદ આ સ્કીમને આગળ બીજા 5 વર્ષ સુધી વધારી શકાય છે.

NSCમાં કોણ રોકાણ કરી શકે?

એક 18 વર્ષની વ્યક્તિ પોતાની જાતે અથવા સગીર વતી NSCમાં રોકાણ કરી શકે છે. આ ખાતાંને 3 પુખ્ત વયના લોકોના નામ પર જોઇન્ટ અકાઉન્ટ તરીકે પણ ખોલી શકાય છે.

બાળકોના નામે પણ ખાતું ખોલાવી શકાય

આ સ્કીમમાં બાળકોના નામે પણ ખાતું ખોલી શકાય છે. જો બાળક 10 વર્ષથી ઓછી ઉંમરનું હોય તો માતા-પિતા દ્વારા તેના નામે ખાતું ખોલાવી શકાય છે. 10 વર્ષની ઉંમરે બાળક પોતાનું ખાતું જાતે ઓપરેટ કરી શકે છે, જ્યારે તે પુખ્ત થાય છે ત્યારે તે ખાતાંની સંપૂર્ણ જવાબદારી તેને મળી જાય છે.

ઇન્કમ ટેક્સ છૂટનો લાભ મળે છે

નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં ડિપોઝિટ પર ઇન્કમ ટેક્સ છૂટનો લાભ મળે છે. NSCમાં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે. જો કે, આ છૂટ ફક્ત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર જ ઉપલબ્ધ છે.

અકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાય છે

NSCને એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામ પર ટ્રાન્સફર કરી શકાય છે. તેના માટે જૂના NSC હોલ્ડરનું નામ રદ કરવામાં આવે છે અને નવા NSC હોલ્ડરનું નામ NSC પર લખવામાં આવે છે.

કેવી રીતે રોકાણ કરી શકાય?

જો તમારે આ સ્કીમમાં રોકાણ કરવું હોય તો તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને તેના માટે અકાઉન્ટ ખોલાવી શકો છો. ઇન્ડિયા પોસ્ટની દેશભરમાં 1.5 લાખથી વધુ પોસ્ટ ઓફિસ છે. તમે ગમે ત્યાં ખાતું ખોલાવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here