ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ વ્યાજ મેળવવા માટે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર અથવા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ કરો

0
2

પોસ્ટ ઓફિસની ઘણી સ્કીમ્સમાં તમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરતાં વધારે વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમ્સમાં કિસાન વિકાસ પત્ર અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પણ સામેલ છે. તેમાં તમને આવકવેરા વિભાગની સેક્શન 80C અંતર્ગત ઈન્કમ ટેક્સનો લાભ પણ મળે છે. ઈન્કમ ટેક્સ કાયદાની સેક્શન 80C અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયાના રોકાણ પર ટેક્સ બચાવી શકો છો. દેશની સૌથી મોટી બેંક SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.4% વ્યાજ આપી રહી છે. આજે અમે તમને આ બંને સ્કીમ્સ વિશે જણાવી રહ્યા છીએ.

કિસાન વિકાસ પત્ર…

કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં અત્યારે 6.9% વ્યાજ મળી રહ્યું છે.

KVPમાં રોકાણ કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 1000 રૂપિયા હોવું જોઈએ.

આ ખાતાને કોઈ પણ સગીરના નામે અને 3 વયસ્કોના નામે સંયુક્ત ખાતું પણ ખોલાવી શકાય છે.

સગીરને પણ આ યોજનામાં સામેલ કરી શકાય છે. પરંતુ તેનાં માતા-પિતાએ તેનું અકાઉન્ટ મેન્ટેન કરવાનું રહેશે.

જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હોવ તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષની રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક-ઈન પિરિઅડ હોય છે.

તેના અંતર્ગત જમા રકમ પર ઈન્કમ ટેક્સ કાયદાની સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટ મળે છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ…

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે

તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળો થવા પર આપવામાં આવે છે.

NSC અકાઉન્ટ ખોલવા માટે તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

આ અકાઉન્ટને સગીરના નામે અને 3 પુખ્ત વયના નામે જોઈન્ટ પણ ખોલાવી શકાય છે.

તેનો મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે. તે પહેલા તમે આ સ્કીમમાંથી બહાર નહીં નીકળી શકો.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમાં જમા રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે.

તમે NSCમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી.

ક્યાં રોકાણ કરવા પર તમારા પૈસા જલ્દી ડબલ થશે?

કિસાન વિકાસ પત્ર

તેમાં 6.9% વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર, જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસા ડબલ થવામાં લગભગ 10 વર્ષ 4 મહિનાનો સમય લાગશે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ

તેમાં 6.8% વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર, જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસાને ડબલ થવામાં 10 વર્ષ 7 મહિનાનો સમય લાગશે.

શું છે રૂલ ઓફ 72?

નિષ્ણાતો તેને સૌથી સચોટ રૂલ મેન છે, જેનાથી એ નક્કી કરવામાં આવે છે કે તમારું રોકાણ કેટલા દિવસમાં ડબલ થઈ જશે. તેને તમે આ રીતે સમજી શકો છો કે જો તમે બેંકની એક ખાસ સ્કીમ પસંદ કરી છે, જ્યાં તમને વાર્ષિક X વ્યાજ મળી રહ્યું છે, તો આવી સ્થિતિમાં તમારે રૂલ 72 અંતર્ગત 72 ભાગ્યા 8 કરો. એટલે 72/8 = 9 વર્ષ, એટલે કે આ સ્કીમ અતંર્ગત તમારા પૈસા 9 વર્ષમાં ડબલ થઈ જશે.

નોંધ- પોસ્ટ ઓફિસ સમયાંતરે વ્યાદ દરોની સમીક્ષા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here