Friday, August 6, 2021
Homeતપાસ : 432 ક્વિન્ટલ જથ્થો સીઝ કરી 36 પેઢીને નોટિસ અપાઇ
Array

તપાસ : 432 ક્વિન્ટલ જથ્થો સીઝ કરી 36 પેઢીને નોટિસ અપાઇ

ચોમાસુ સિઝનને ધ્યાને રાખી ઉત્તર ગુજરાતમાં બોગસ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન અને વેચાણ અટકાવવા માટે તા.10 થી 12 જૂન સુધી કૃષિ વિભાગની 5 ટીમો દ્વારા ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મહેસાણા જિલ્લામાં 14 ઉત્પાદક અને 73 વિક્રેતાઓને કૃષિ વિભાગની ટીમોએ હાથ ધરેલી તપાસમાં શંકાસ્પદ જણાતાં 23 નમૂના લેવાયાં હતા અને રૂ.34.69 લાખનો 432 ક્વિન્ટલ જથ્થો સીઝ કરી 36 પેઢીને નોટિસ અપાઇ હતી.

મહેસાણા સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) અધિકારી જયેશ ઉપાધ્યાયએ જણાવ્યું કે, આ ઓપરેશનમાં કુલ 19 ઉત્પાદકો અને 615 વિક્રેતા મળી કુલ 634 પેઢીઓની તપાસમાં 66 સેમ્પલ લેવાયા હતા. આ સાથે 9 ઉત્પાદક અને 217 વિક્રેતા મળી કુલ 226 પેઢીઓને નોટિસ ફટકારી રૂ.139.78 લાખની કિંમતનો 1231.21 ક્વિન્ટલ અને 1098.63 લિટર જથ્થો સ્ટોપસેલ કરાયો છે. લેવાયેલા 226 સેમ્પલને પરીક્ષણ અર્થે લેબમાં મોકલાયા છે. સેમ્પલના પરિણામ આવ્યા બાદ જો કોઇ ઉત્પાદક કે વિક્રેતા દોષિત સાબિત થશે તો તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી હાથ ધરાશે.

સાબરકાંઠા નાયબ ખેતી નિયામક પી.બી. ખિસ્તરીયાએ જણાવ્યું કે, લીધેલા સેમ્પલમાં બિયારણની ગુણવત્તાની ચકાસણી કરાશે. ખાતરમાં ન્યુટ્રીટન્ટ કેટલા પ્રમાણમાં છે અને જંતુનાશક દવામાં કન્ટેન્ટ પ્રમાણે ટકાવારી છે કે નહીં તેનું પરીક્ષણ કરાશે. રિપોર્ટ આવતા એક માસ જેટલો સમય લાગતો હોય છે પરંતુ ખરીફ વાવણીનો સમય થઈ ગયો હોવાથી 10 થી 12 દિવસમાં રિપોર્ટ આવી જશે.

ખરીદીમાં આ ધ્યાન રાખવું

  • વેપારી પાસે ફરજિયાત પાકું બિલ લેવું.
  • લાયસન્સ ધારક વેપારી પાસેથી જ માલ ખરીદવો.
  • જંતુનાશક દવા ખરીદતી વખતે એક્સપાયરી ડેટ અવશ્ય જોવી.

મહેસાણા: રૂ.34.69 લાખનો મુદ્દામાલ સ્ટોપસેલ કરાયો

વિગત બિયારણ ખાતર જંતુ. દવા કુલ
ઉત્પાદક/વિક્રેતા 32 28 27 87
સેમ્પલ 10 4 9 23
સીઝ જથ્થો(ક્વિંટલ) 79.75 327.5 25.5 432.75
સીઝ જથ્થો(લિટરમાં) 0 14.9 140 154.9
કિંમત (રૂ. લાખમાં) 23.32 4.87 6.5 34.69
નોટિસ 16 9 11 36

પાટણમાં રૂ.2.51 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો

વિગત બિયારણ ખાતર જંતુ. દવા કુલ
ઉત્પાદક/વિક્રેતા 49 40 45 134
સેમ્પલ 8 1 7 16
સીઝ જથ્થો(ક્વિંટલ) 1.55 11.45 0.48 13.48
સીઝ જથ્થો(લિટરમાં) 0 0 42 42
કિંમત(લાખમાં) 0.42 0.53 1.56 2.51
નોટિસ 11 0 1 12

બનાસકાંઠામાં રૂ.6.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વિગત બિયારણ ખાતર જંતુ. દવા કુલ
ઉત્પાદક/વિક્રેતા 106 91 105 302
સેમ્પલ 31 19 21 71
સીઝ જથ્થો(ક્વિંટલ) 6.01 32.95 1.35 40.31
સીઝ જથ્થો(લિટરમાં) 0 0 75.5 75.5
કિંમત(લાખમાં) 3.65 0.98 2.19 6.83
નોટિસ 44 46 37 127
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments