તપાસ : ચાસવડ ડેરીના ટેમ્પોમાંથી દૂધ ચોરીનું કૌભાંડ ઝડપાયું

0
0

નેત્રંગ તાલુકાની જીવાદોરી ગણાતી ચાસવડ ડેરીમાં દૂધ વાહક ટેમ્પોમાંથી દૂધ કાઢી બારોબાર સગેવગે કરવાનું કોભાંડ ઝડપાયું હતું. નેત્રંગ તાલુકામાં ચાલીસ કરતાં વધુ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતી ચાસવડ દૂધ ઉત્પાદક ડેરીમાં સવાર સાંજ સુધી માં 12 કરતા પણ જુદા જુદા રૂટ પરથી અંદાજીત 56 હજાર લિટર જેટલું દૂધ ડેરીના ચિલીગ પ્લાન્ટમાં એકઠું થાય છે. ગામડાંનું દૂધ એજન્ટ મારફત દૂધઘરમાં એકત્ર થયા બાદ રૂટ પ્રમાણે દુધ વાહક વ્હીકલ વડે ચાસવડ ખાતે પોહચાડવામાં આવે છે. ગામડાંથી ડેરી સુધી પહોંચતા પેહલા રસ્તામાંથી બારોબાર દૂધ સગેવગે થતુ હોવાનું કોભાંડ બહાર આવ્યુ હતું.

થોડાં દિવસો અગાઉ ડેરીના દુધ વહન કરતા ટેમ્પો ચાલકને નેત્રંગ તાલુકાના રમણપૂરા અને ચંદ્રવાણ સ્ટેશન વચ્ચેના સુમસામ રોડ ઉપર કેનમાંથી દૂધ બારોબાર સગેવગે કરતા ક્લીનરને ડેરીના આગેવાને રંગેહાથ ઝડપ્યો હતો. ત્યારબાદ કોન્ટ્રાકટરને ફ્કત દંડ કરી ચેતવણી આપી છોડી દેવામાં આવ્યો હતો. આ વાત બહાર ન આવે એ માટે હોદેદારોએ ભીનું સંકેલવાની પણ કોશિશ કરી હતી એવી ચર્ચાએ જોર પકડ્યું હતુ. બીજી બાજુ દૂધ ભરતાં સભાસદોમાં એવો પણ ગણગણાટ થયો એ અંતે તો દ્દુધ ભરતાં સભાસદોને જ ખોટ વેઠવાનો વારો આવ્યો છે.

આ ટેમ્પોમાં જે રૂટના ગામો આવતાંએ સભાસદોને દંડની રકમ મળશે નહી અને ડેરી વડે વર્ષોથી ટ્રાન્સપોર્ટનું બહાનુ આગળ ધરી સરેરાશ દૂધનો ભાવ ઓછો આપી પોતાની નુકસાનની વસૂલી લીધી છે. જ્યારે સરેરાસ ભાવ અને નુકશાનીનો બેવડો માર સભાસદોએ ભોગવવાનો વારો આવ્યો છે. આમ આ ચોરીના પ્રકરણમાં ઘણી કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે. હવે સભાસદોને ન્યાય મળશે કે કેમ એ જોઉં રહયું.

કેટલા દુધની ચોરી થઈ એ કેહવુ મુશ્કેલ
થોડાં દિવસો પહેલા આ ધટના બની હતી. કોન્ટ્રાકટર પાસેથી એક લાખ રૂપિયાનો દંડ વસુલવાની જોગવાઈ કરી છે. કેટલા પ્રમાણમાં દુધની ચોરી થઈ એ કેહવુ મુશ્કેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here