Wednesday, November 30, 2022
HomeગુજરાતPFI સામે તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો : 15 શંકાસ્પદોની ATSએ કરી...

PFI સામે તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો : 15 શંકાસ્પદોની ATSએ કરી અટકાયત

- Advertisement -

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ આજે ફરીવાર દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીઓએ 9 રાજ્યોમાં PFIના અનેક સ્થળોએ દરોડા પાડી પીએફઆઈના સભ્યોની પણ અટકાયત કરી છે. દિલ્હી, યુપી, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં PFI વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. શાહીન બાગમાં અર્ધલશ્કરી દળો પેટ્રોલિંગ કરી રહ્યાં છે ત્યારે આસામમાંથી 45થી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ દિલ્હી પોલીસે પણ લગભગ 30 લોકોની ધરપકડ કરી છે. આ સાથે યુપીમાં પણ અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.

ત્યારે હવે PFI પર NIAની કાર્યવાહીનો રેલો છેક ગુજરાત સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, બનાસકાંઠા અને નવસારીમાં ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત ATSએ આ સંદર્ભે 15 લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. તમને જણાવી દઇએ કે, PFI જે સંસ્થા છે તે પોતે ટેરર એક્ટિવિટી માટે ફંડ ઉઘરાવતી હતી. જે ઉદ્યોગપતિઓ છે અને વિદેશમાં આતંકી પ્રવૃત્તિઓને લઇને જે ફંડિંગ થતું હોય છે તે ઉઘરાવવાનું કામ પણ આ PFI કરે છે. જેને લઇને IBના ઇનપુટ દ્વારા NIA દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસમાં 9 રાજ્યોના જુદા-જુદા વિસ્તારમાં રેડ પાડવામાં આવી છે. PFI મામલે ગુજરાત એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા સુરતમાં એક યુવકની પૂછપરછ હાથ ધરાઇ છે. તો બીજી બાજુ નવસારીના અબ્દુલ કાદિર સૈયદને પણ પૂછપરછ માટે લઇ જવાયો છે.

સુરત SOG ઓફિસ ખાતે બંને યુવકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. બંને યુવકોના તાર PFI કેસમાં જોડાયેલા છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ મામલે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને PFIનું ગુજરાતમાં કોઇ જ અસ્તિત્વ નથી. પરંતુ એક રાજકીય પાર્ટી કે જે SDPI છે કે જે ગુજરાતની અંદર સક્રિય છે અને એક રાજકીય પાર્ટી દ્વારા જ આ પ્રકારે ટેરર ફંડિંગ ઉઘરાવતા હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. આથી, ગુજરાત ATSએ હાલ જુદા-જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી કુલ 15 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને હાલ તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેઓના બેંક એકાઉન્ટ, તેઓના કનેક્શન અને કૉલ ડિટેઇલ્સના આધારે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અત્રે જણાવી દઇએ કે, દેશના 9 રાજ્યોમાં PFIના સ્થળો પર ચાલી રહેલી કાર્યવાહીમાં NIA દ્વારા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, કેરળ, દિલ્હી, કર્ણાટક, આસામ અને ગુજરાતમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. છે. પીએફઆઈના બેઝ પર તાબડતોડ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. એમપીના અડધો ડઝન શહેરોમાં દરોડા પડતા ભારે ખળભળાટ મચી ગયો છે. MP સાથે 7 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે NIA દ્વારા આ સર્ચ ઓપરેશનમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી IB અને રાજ્ય પોલીસની ખૂબ જ મહત્વની ભૂમિકા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular