સોનામાં રોકાણ : પ્રથમ સિરીઝના સોવરીન ગોલ્ડ બોન્ડને 4,777 રૂપિયામાં ખરીદવાની તક

0
7

2021-22 માટે સોવરીન ગોલ્ડ બોન્ડનું પ્રથમ વેચાણ 17મેથી શરૂ થશે જે 21 મે સુધી ચાલુ રહેશે. રિઝર્વ બેંક (RBI)એ તેના માટે ગ્રામ દીઠ 4,777 રૂપિયા ભાવ નક્કી કર્યો છે. જે લોકો તેના માટે ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે, તેમને ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

6 સિરીઝમાં જારી થશે સોવરીન ગોલ્ડ બોન્ડ
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા મળતી જાણકારી અનુસાર, સોવરીન ગોલ્ડ બોન્ડ મેથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે 6 હપ્તામાં જારી કરવામાં આવશે. રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવેલા બોન્ડની આ સ્કીમમાં બેંકો દ્વારા પણ રોકાણ કરી શકાશે.

શું છે સોવરીન ગોલ્ડ બોન્ડ?
સોવરીન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડિમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા કે ડોલરમાં નથી, પરંતુ સોનાના વજનમાં થાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનાનાં છે, તો પાંચ ગ્રામ સોના જેટલી કિંમત હશે, એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે સેબીના અધિકૃત બ્રોકરને ઇશ્યૂ પ્રાઈસ ચૂકવવી પડશે. આ બોન્ડ સરકાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે.

તેને કેવી રીતે ખરીદી શકાય છે?
ગોલ્ડ ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડિમેટ અકાઉન્ટ ખોલાવું પડશે. તેમાં NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમારા ડિમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કટ કરવામાં આવશે. તમારા ડિમેટ અકાઉન્ટમાં ઓર્ડર મૂક્યાના બે દિવસ બાદ ગોલ્ડ ETF તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જાય છે.

મંત્રાલયના અનુસાર, આ બોન્ડ તમામ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL),પસંદગીના ડાકઘરો અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) દ્વારા વેચવામાં આવશે.

આ સમયે સોનામાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળી શકે છે
કેડિયા કમોટિડીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સતત વધી રહ્યો છે. તેમજ લોકોમાં ફરી કોરોના પ્રત્યે ભયનું વાતાવરણ છે. તે સિવાય દેશમાં મોંઘવારી પણ વધવા લાગી છે. તેથી આવનાર દિવસોમાં સોનાની કિંમત વધશે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો માર્ચ 2022 સુધી સોનાનો ભાવ 60 હજાર સુધી પહોંચી શકે છે.

IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડન્ટ (કમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, અત્યારે કોરોનાનાં કારણે સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતા છે. આવી સ્થિતિમાં સોનામાંથી ફાયદો મળી શકે છે. આવનાર મહિનામાં સોનાનો ભાવ ફરીથી 55 હજારને પાર જઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here