Saturday, September 18, 2021
Homeમૂડીરોકાણ : નવા રોકાણકારો ચીનના બદલે ભારત તરફ વળ્યા
Array

મૂડીરોકાણ : નવા રોકાણકારો ચીનના બદલે ભારત તરફ વળ્યા

ભારતીય ટેક કંપનીઓમાં મૂડીરોકાણ ચોક્કસ પણે અત્યંત આકર્ષક છે. આજકાલ ટેક કંપનીઓમાં વિદેશી નાણાંનું પૂર આવ્યું છે. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે તાજેતરમાં જ વિક્રમી 26,797 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના શેર ઓવર સબસ્ક્રાઈબ્ડ થયા છે. પેમેન્ટ કંપની પેટીએમ ટૂંક સમયમાં જ બજારમાં આવવાની છે. હકીકતમાં, નવા રોકાણકારો ચીનના બદલે ભારત તરફ વળ્યા છે. વિદેશીઓ માટે ચીનને બદલે ભારત વધુ યુવાન અને ઉદાર છે. જોકે, નજીકથી જોઈએ તો આ માપદંડ પર ભારત સાચું ઠરતું નથી. કેટલીક વિશેષતાઓ છતાં અહીં કંપની ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ છે.

આજીવિકા માટે ભારત કપરું સ્થાન છે. અહીં નાનકડી કરિયાણાની દુકાનના દરેક સંચાલકે એટલા બધા અવરોધોનો સામનો કરવો પડે છે કે ધનિક દેશોના એમબીએ શિક્ષિત મેનેજરો પણ ધરાશાયી થઈ જાય. કારોબાર કરવા માટે આટલા અવરોધો છતાં ભારત એક અલગ પ્રકારનો વ્યવસાયિક જૂસ્સો અને પ્રેરક સ્થિતિ પેદા કરે છે. જેની ઝલક તેના સારા સ્ટાર્ટઅપમાં જોવા મળે છે. બેંગલુરુના એક ટેક ઈન્વેસ્ટર કહે છે કે, ભારતમાં કમ્પ્યૂટિંગની પ્રતિભા પેટન્ટ સ્તરની ટેક્નોલોજીના બદલે ડિઝાઈનમાં છે. જો વેન્ચર કેપિટન જોડાઈ જાય અને નસીબ સાથ આપે તો એવી કંપની આવે છે, જે ભારત અને તેના બહાર પણ સ્પર્ધાત્મક બની શકે છે.

જોકે, ધ્યાન ખેંચનારી ભારતીય ટેક કંપનીઓ બે પ્રકારની છે. પ્રથમ- ધનિક દેશોની કંપનીઓ માટે સામાન્ય કામકાજ કરે છે. આ શ્રેણીમાં મોટા નામ છે ઈન્ફોસિસ અને ટાટા ગ્રૂપની પ્રમુખ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. તેઓ ટેક્નોલોજી દ્વારા ચાલતી મધ્યસ્થ કંપનીઓ છે. બીજા પ્રકારની કંપનીઓ અમેરિકન કે ચીનની ટેક્નોલોજી કારોબારની સ્થાનિક આવૃત્તિ છે. તેમની હાજરી પોતાના બજારમાં છે.

જેમકે, ફ્લિપકાર્ટ ભારતીય એમેઝોન છે, ઓલા ભારતીય ઉબર છે અને પેટીએમ ભારતીય અલીપે છે. અત્યારે આવી કંપનીઓ માટે શેર બજારમાં ઘણો ઉત્સાહ છે. નવા રોકાણકારો આવી કંપનીઓના શેર ખરીદીને ખુશ છે. તેમનું માનવું છે કે, જો કોઈ બિઝનેસ મોડલ બહાર પૈસા બનાવી શકે છે તો તે ભારતમાં તેમના માટે પૈસા કમાઈ શકે છે.

આ હલચલ વચ્ચે સવાલ ઉઠે છે કે, શું આવું શક્ય છે. એમેઝોનમાં કામ કરી ચૂકેલા બે સોફ્ટવેર એન્જિનિયરોએ 2007માં ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. એ સમયે ઈ-કોમર્સના બજારમાં અનેક સંભાવના હતી. 2013માં એમેઝોને ખુદ ભારતીય બજારમાં પ્રવેશ કર્યો. આ દરમિયાન જૂની ભારતીય કંપનીઓને સમજાઈ ગયું કે, નવી કંપનીઓ તેમના ગ્રાહક ફ્રેન્ચાઈઝીને આગળ વધારી શકે છે. રિલાયન્સે ટેલિકોમ અને બ્રોડબેન્ડમાં મોટું રોકાણ કર્યું છે. તેની પાસે સુપરમાર્કેટનું પણ એક મોટું નેટવર્ક છે. ભારતીય બિઝનેસમાં જૂનો અનુભવ મોટી તાકાત છે. સરકારી નિયમ-કાયદાઓને પોતાની તરફેણમાં કરાવાવાની ક્ષમતા બબાતે જૂના ઉદ્યોગ-ધંધા આગળ છે.

ભારતમાં પરિવર્તન લાવતી નવી કંપનીઓ માટે સારી સંભાવનાઓ છે, પરંતુ વેન્ચર કેપિટલમાંથી આવતું ધન મૌલિકતાને આગળ વધારી શકે નહીં. હોલિવૂડ પ્રોડ્યુસરની જેમ વેન્ચર કેપિટલ પણ જૂની હિટ ફિલ્મો પર દાવ લગાવે છે. ભારતમાં નાણા કમાવાની ચમકદાર સંભાવનાઓ છે, પરંતુ માત્ર કેટલાક લોકો જ તેનો ફાયદો લઈ શકે છે.

ભારત ચીન કરતાં ઘણું પાછળ
ચીનના રૂ.7,44,000ની તુલનામાં ભારતમાં માથાદીઠ સરેરાશ આવક વર્તમાન કિંમત મુજબ 1,48,000થી વધુ છે. સરેરાશ આંકડામાં ભારતના ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર છુપાઈ જાય છે. દેશના મોટાભાગનો વર્કફોર્સ ઔપચારિક રોજગારમાં નથી. તેની આવક સરેરાશથી પણ ઓછી છે. ક્યારેક પ્રભાવશાળી જીડીપીનો દર હોવા છતાં ભારત ચીન જેવા તેજ આર્થિક વિકાસના રસ્તે ચાલતું નથી. તેનું સક્રિય બજાર ચીનની સરખામણીએ ઘણું નાનું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments